________________
પ્રમાણુ. ન્યાયમતમાં ૧૬ પદાર્થ માનેલા છે. એમાં પહેલા બે પદાર્થ પ્રમાણ” અને “પ્રમેય છે. આખું વિશ્વ એ - પ્રમેય છે; સત્ વસ્તુમાત્ર, સત્ પદાર્થ માત્ર એ “પ્રમેય છે. પ્રમાણથી જેનું સાચું જ્ઞાન ( પ્રમા) થાય તે “પ્રમેય કહેવાય. પ્રમાણથી પ્રમેયની સિદ્ધિ થાય. અર્થાત્ “પ્રમાનિ અમેસિદ્ધિ' કેઈ પણ પ્રમેયની સિદ્ધિ યાને નિર્ણય પ્રમાણુથી થાય. આ હિસાબે પ્રમાણથી જે સિદ્ધ ન હોય, યાને જેના માટે પ્રમાણ ન મળે, તે વસ્તુ પ્રમેય નહિ, વાસ્તવિક નહિ, કિન્તુ કાલ્પનિક ગણાય; સત્ નહિ, કિન્તુ અસત્ ગણાય. કહો, પ્રમેયનું સાધક પ્રમાણ છે. (પ્રમાણ પિતે પણ એક પ્રમેય જ છે.)
( આ પ્રમાણ ન્યાયમતે ચાર પ્રકારના છે. . (૧) પ્રત્યક્ષ પ્રમાણ
(૨) અનુમાન પ્રમાણુ . . (૩) ઉપમાન પ્રમાણ
(૪) શબ્દ પ્રમાણ આ પ્રમાણથી પ્રમેય વસ્તુની સિદ્ધિ (પ્રમા) થાય. “પ્રમા એટલે સાચું જ્ઞાન યથાર્થ જ્ઞાન–પ્રમાણથી જ પ્રમા થાય છે. એટલા માટે પ્રમાણને પ્રમાકરણ કહેવામાં આવે. છે. આમાં “કરણ” શબ્દને અર્થ અસાધારણ કારણ છે, એટલે કે પ્રમાનું અસાધારણુ કારણ તે પ્રમાણુ.