________________
ર૪૬
ન્યાય ભૂમિકા અને જે એકાંતે અભિન્ન હોય તે એમાં પણ આધારઆધમભાવની અનુપ પતિ !
સારાંશ- એકાન્તવાદીઓના મતે ધર્મ-ધમભાવ તથા સંબંધ વગેરેની અનુ૫૫ત્તિ થાય છે. એ અનુપપત્તિ હટાવવા માટે એકાંતવાદીઓએ અનેકાન્તવાદી જૈનદર્શનનું જ શરણું લેવું પડે. જિનદર્શન કહે છે,-ધર્મ એ ધર્મથી એકાન્ત ભિન્ન નથી, ને એકાતે અભિન્ન પણ નથી, કિન્તુ ભિન્નભિન્ન છે. એવું જ અભાવ અને એના અધિકરણ માટે ભિન્નભિન્ન છે. આ ધર્મ–ધમી વચ્ચે વિજાતીય (=ભેદથી વિલક્ષણ, ને અભેદથી ય વિલક્ષણ એવો) ભેદભેદ એ આધાર-આધેય ભાવની પણ ઉપપત્તિ કરી શકે છે, તેમજ સંબંધની અવસ્થા પણ ટાળી શકે છે. એનું કારણ આ, કે–
જૈનદર્શનમાં સમગ્ર વિશ્વ એ દ્રવ્ય-પર્યાયમય છે. અભાવ કહે, ગુણ કહે, યા પ્રતિયોગિતા-વિષયતા-સ્વામિત્વ -સ્વવ વગેરે ધર્મો કહે, એ બધા આશ્રય-દ્રવ્યના પર્યાય છે. દ્રવ્ય અને પર્યાયને સંબંધ વિજાતીય ભેદભેદ છે. અથવા કહે, એ ગુણ–ધર્મો વગેરે આશ્રય-દ્રવ્યથી ભિન્નભિન્ન છે. એટલે જ ભિન્નતા અંશને લઈને આધારઆધેયભાવ સંગત થઈ શકે છે, તેમજ અભિન્નતા અંશને લઈને જુદા સંબંધની કલ્પના કરવાની રહેતી નથી. તેથી અનવસ્થા નથી આવતી, તેમ પ્રત્યક્ષ વિરોધ પણ નથી આવતા.
–––