________________
૨૨
ન્યાય ભૂમિકા નિવારણ થઈ જાય છે. જેમકે એકાન્ત અભેદપક્ષમાં આધાર-આધેયભાવ નહિ થાય. એમ એકાન્ત ભેદ પક્ષમાં સંબંધની અનુપપત્તિ વગેરે દેશે નહિ રહે. ઉપરાંત બન્ને પક્ષના લાભ મળે છે. "
આનું મુખ્ય કારણ એ છે કે જનમતે મુખ્ય બે જ વસ્તુ છે. (૧) દ્રવ્ય અને (૨) પર્યાય. આ પર્યાય એટલે દ્રવ્યની અવસ્થાએ એમાં ગુણેય આવે, ને ધર્મો આવે. તેમ અભાવ વગેરે પણ આવે, ને એ પર્યાયે દ્રવ્યથી ભિન્નભિન્ન છે, તેથી બીજા દર્શનેની જેમ દ્રવ્યથી તદ્દન ભિન્ન સ્વતંત્ર એવા ગુણ પદાર્થ–ક્રિયાપદાર્થ—અભાવપદાર્થ વગેરે જૈન દર્શનને માન્ય નથી, કેમકે એ બધા તે દ્રવ્યના પર્યાય છે, ને દ્રવ્યથી ભિન્નભિન્ન છે. દા.ત. | ભુતલ પર ઘટસંયોગ છે એટલે શું છે? કઈ સંયોગ નામને અલગ ગુણપદાર્થ નહિ, જિતુ ભૂતલ દ્રવ્યમાં ઘટસંયુક્તત્વ પર્યાય છે. હવે જ્યારે ઘટ ત્યાંથી ઉપાડી લીધે, ત્યારે ત્યાં ઘટસંયુક્તત્વ પર્યાય નષ્ટ થઈ ગયો અને એનામાં ઘટાસંયુક્તત્વ નામને પર્યાય આવ્યા. એને જ ઘટસોગાભાવ પર્યાય પણ કહી શકાય. આમ દ્રવ્યમાં પર્યાયે ઉત્પન્ન-નષ્ટ થયા કરે છે, અને એની ગ્રાહક ઈન્દ્રિય સ્વતંત્ર હોઈ શકે છે, (૫ણ નહિ કે અધિકરણ ગ્રાહક જ ઈન્દ્રિય એની ગ્રાહક), તેથી એના ગ્રહણની વ્યવસ્થા થઈ શકે છે.