________________
૨૩૬
ન્યાય ભૂમિકા અભાવ, એટલે કે અનંત અધિકરણમાં અભાવત્વ ધર્મ અનંતા માનવા પડે! તેનાં કરતાં એક અલગ (અતિરિક્ત) “અભાવ નામને પદાર્થ માન્યો હોય, તે અમાવત્વ ધર્મ એકલા એમાં જ માન રહ્યું. એમાં મહાલાઘવ છે.
અલબત્ જગતમાં ઘટાભાવ પટાભાવ વગેરે અનંતા અભાવે છે, ને એ જુદા જુદા છે એમ તે માનવું જ પડે છે. છતાં પણ એના અનંતા અધિકરણમાં અનંતા ઘટાભા- • વત્વ, અનંતા પટાભાવત્વ, વગેરે ધર્મો માનવા પડે, ને એમ માનવામાં મહાગૌરવ છે. એના કરતાં એકેકા જુદા જ માનેલા ઘટાભાવ પટાભાવ પ્રદાર્થમાં એકજ ઘટાભાવાવ એકજ પટાભાવત્વ ધર્મ માનવામાં અતિ લાઘવ છે. - અભાવ એ અધિકરણ-સ્વરૂપ નહિ પણ અધિકરણથી એક અલગ વસ્તુ હોવાની આ એક યુક્તિ થઈ.
(૨) બીજી દલીલઃ વળી અભાવ જુદો પદાર્થ હોય તે જ “પત્ર ળે કમાવ” “મૂતરું પામવા એમ આધાર-આધેયભાવ પ્રતીત થઈ શકે. અર્થાત આધારઆધેયભાવ ઘટી શકે. ત્યારે જે અભાવ અધિકરણ રૂપે જ હોય તે “ધિને કમાવઃ' એવી બુદ્ધિ ન થઈ શકે. જેમકે ભૂતલ ભૂતલ સ્વરૂપ જ છે તે “મૂઢે મૂત એવું. જ્ઞાન નથી થતું. તેમ ઘટાભાવ ભૂતલ સ્વરૂપ જ હોય તે મૂછે પદમાવઃ એ પણ કેમ થઈ શકે ?
જેમકે મનુષ્ય પોતે જ પુરુષ છે તે મનુષ્ય પુરુષ એવું નથી થતું. હા, જુદે પુરુષ મનુષ્યના ખભાપર બેઠે