________________
૨૧૮
ન્યાય ભૂમિકા જ્ઞાન, એમ બરાબર ખ્યાલમાં આવે. તે આમાં જ્ઞાનના સંબંધી તત્વ કે ઘડાને વિષય કહેવાય છે. તત્ત્વ સંબંધી જ્ઞાન એટલે તત્ત્વવિષયક જ્ઞાન, ઘટ-સંબંધિક જ્ઞાન એટલે ઘટવિષયક જ્ઞાન.
એવી જ રીતે જે એમ બોલાય કે “અહીં અભાવ છે, તે બરાબર ન સમજાય, જિજ્ઞાસા રહે કે અભાવ તે કહે છે, પરંતુ શેને અભાવ? તે કે અહીં ઘડાને. અભાવ છે, ઘટ-સંબધિક અભાવ છે. અહીં ઘડો એ અભાવને સંબંધી થયો. આ અભાવના સંબંધીને ન્યાય ભાષામાં “પ્રતિયોગી' કહેવાય છે, અર્થાત અહી ઘટસંબં. ધિક અભાવ છે, એટલે કે ઘટપ્રતિગિક અભાવ છે.
હવે, અહીં એવું બને કે અધિકરણમાં એક સંબં-. ધથી પ્રતિયોગી હેય, પણ અન્ય સંબંધથી એ ન હોય. દા. ત. છૂટા તંતુ જમીન પર પડેલા છે, એના પર પટ મૂક્યો છે. તે ત્યાં કહેવાય કે તંતુ પર પટ એ સોગ સંબંધથી છે, પરંતુ તંતુ પટ રૂપે વણાયેલા નથી, એટલે તતુમાં પટ સમવાય સંબંધથી રહ્યો નથી. એને અર્થ એ થયો કે પ્રતિયોગીને સંબંધ ફરવાથી “પ્રતિયેગી ત્યાં છે યા “યાં નથી એવું ભાન થાય છે. દા. ત. અહીં પટના અભાવનો પ્રતિયેગી જે પટ, એ પટ તંતુના જૂથ પર સંગ સંબંધથી છે, પણ પટ તંતુમાં સમવાય સંબંવથી નથી. અને એજ પટ પોતાના તંતમાં સમવાયથી છે, પણ સંગથી નથી. આ પ્રતિગીના સંબંધને પ્રતિચાગિતાવછેદક સંબંધ કહેવાય.