________________
ન્યાય ભૂમિકા
મીમાંસકી કહે છે, કે અભાવ એ આધારસ્વરૂપ યાને અધિકરણ સ્વરૂપ જ છે, સ્વતંત્ર જુદો પદાર્થ નથી. જેના કહે છે કે અભાવ એ કથ'ચિત્ અધિકરણ સ્વરૂપ છે; એટલે કે કથ'ચિત્ સ્વતન્ત્ર અલગ પદાર્થ પણ છે, ને કથ‘ચિત્ અધિકરણ સ્વરૂપ ભાવાત્મક પણ છે. અન્યથા જો અભાવ અંગે પણ ભાવાત્મક ન હાય તા એ સ થા અસત્ હોવાનું પ્રાપ્ત થાય! એટલે કે ખવિષાવત્ અલીક થઈ જાય ! સારાંશ—અભાવ એ અધિકરણથી ભિન્નાભિન્ન છે. અધિકરણથી ભિન્ન પદ્મા પશુ ખરે, અને અધિકરણથી અભિન્ન પદાર્થ પણ ખરેા, અર્થાત્ અધિકરણ સ્વરૂપ પણ ખરા.
૨૧૨
દા. ત. સૂર્યાસ્ત પછી ભાસ (જ્ઞાન) થાય છે કે આકાશમાં સૂર્ય નથી, સૂર્યાભાવ છે. અહી' જેમ સૂર્યાસ્ત પહેલા આકાશમાં સૂર્ય છે એવા ભાસ છે તે આકાશ અને સૂર્ય બન્નેને વિષય કરે છે. ખસ, એજ રીતે અહીં ગગનમાં સૂર્ય નથી; સૂર્યાભાવ છે,' એવા ભાસમાં આકાશ અને સૂર્યભાવ અન્નેય નક્કર વિષય છે, અલબત્ એમાં ગગન એ ભાવાત્મક ને સૂર્યભાવ એ અભાવાત્મક વિષય છે.
પ્ર૦-શું આકાશ અરૂપી હાવા છતાં દેખી શકાય ? ૩૦-અલખતુ-આકાશમાં રૂપ ન હેાવાથી એ દેખી ન શકાય, એનુ' ચાક્ષુષ પ્રત્યક્ષ ન થાય, પરંતુ પ્રસ્તુતમાં પ્રભામ`ડલાવચ્છિન્ન દ્વિભાગને આકાશ તરીકે મેળખવામાં આવે છે.