________________
અભાવ ]
૨૧૧ અભાવ પદાર્થ માનવો જ પડશે. વિષય વિના જ્ઞાન નહિ. જ્ઞાન થાય છે તે વિષય હોવું જ જોઈએ.
- મ–તે તે પછી જ્યાં અંધારે રજજુ દેખતાં “હાય સાપ !” એમ રજજુના સ્થાને સર્પનું ભાન થયું, તે ત્યાં વિષય સર્ષ કયાં છે?
- ઉ૦-ત્યાં વિષય તરીકે અલબ, સાપ હાજર નથી, કિંતુ રજુ તે હાજર છે જ ને ? કેમકે જે ત્યાં રજુ જ ન હોત તો “આ સપ” એવું ય ભાન કયાં થવાનું હતું? એટલે જ્ઞાન થયું ત્યાં વિષય રજજુ તો છે જ. હા, રજજુ રજજુરૂપે ભાસવાને બદલે સર્ષરૂપે એટલે કે અન્ય રૂપે ભાસે છે એટલું જ. દા. ત. રાજા સામાન્ય વેષમાં હેય તે રાજા તરીકે નહિ, પણ સામાન્ય માણસ તરીકે ભાસે છે ને ? માટે “દો નારિત, નાતિ” એવો અહી ભાસ થયે એ હકીકત છે, ફક્ત અન્ય વસ્તુરૂપે ભાસ થયો છે. તાત્પર્ય, જ્ઞાન (=ભાન) થાય છે તે વિષય વિના ન થઈ શકે. એ હિસાબે માનવું જ જોઈએ કે “અહીં ઘડો નથી” “વાયુમાં રૂપ નથી' વગેરે જ્ઞાનમાં વિષય તરીકે ઘટાભાવ, રૂપાભાવ વસ્તુ છે જ.
પ્ર-ભલે અભાવ ભાસે છે માટે અભાવ વસ્તુ હો, પરંતુ એ સ્વતંત્ર અલગ પદાર્થ છે? કે આધાર સ્વરૂપ જ છે ?
ઉ૦-અહી યાયિક-વિશેષિકે કહે છે, કેઅભાવ એ આધાર યાને વાધિકરણથી ભિન્ન એક તદ્દન સ્વતંત્ર અલગ પદાર્થ છે.