________________
२०४
ન્યાય ભૂમિકા
પટ
બહારથી તંતુ લાવીને ખડકે, તે ત્યાં એ ત ંતુને સાથે 'દ્રવ્ય દ્રવ્યના સંચાગ’એ નિયમથી સચેાગ સ અધ છે, પણ તેવી રીતે એ પટના પેાતાના તંતુ સાથે પેાતાને સચૈાગ સંબંધ છે નહિ; કેમકે જ્યાં સંયાગ છે ત્યાં બન્ને વસ્તુ પરસ્પર જુદી જુદી પણ મળે છે. દા. ત. પ્રસ્તુતમાં ૫૮ અને ૫૮ પર ખડકેલા તંતુ ખન્નેને અલગ પાડી શકાય છે; જયારે જ્યાં અવયવથી અવયવી બને છે ત્યાં એ અવયવ (=તંતુ)થી અવયવી(=પટ) જુદા પાડી શકાતા નથી. અર્થાત્ તંતુથી ૫૮ પૃથક્ સિદ્ધ નથી, અપૃથક્ સિદ્ધ છે, યાને અમ્રુતસિદ્ધ છે, જે તંતુથી જે પટ્ટ બન્યા, તે તંતુ અને પટ હવે એકરૂપ (અપૃથસિદ્ધ) જોવા મળે છે. એમાં કાંઇ પટને એના અવયવભૂત તંતુથી અલગ પાડી શકાતા નથી. એ સૂચવે છે કે પેલા પટ અને એના પર ખડકેલા બહારના તંતુના સંબધ કરતાં આ પટ અને પેાતાના તંતુના સંખ'ધ વિલક્ષણ હેવા જોઇએ, એનુ જ નામ ‘સમવાય.’ તે સમવાય એ એક એવેા સંબંધ છે કે જે અયુત સિદ્ધના જ હોય. (યુત=પૃથક્,અયુત=અપૃથક્ જેમ અવયવથી અવયવી જીદો સિદ્ધ નહિ, એમ ગુણીથી ગુણ જુદે કાઢીને બતાવી શકાતા નથી. એમ ક્રિયાવાનથી ક્રિયા, જાતિમાનથી જાતિ, વિશેષવાથી વિશેષ, જુદા પાડીને બતાવી શકાતા નથી. માટે આ પાંચે અર્થાત્ અવયવ-અવયવી, ગુણગુણી, ક્રિયા–ક્રિયાવાન્, જાતિ-જાતિમાન્, અને વિશેષ વિશેષવાન્ એ અયુતસિદ્ધ યાને અ-પૃથક્ સિદ્ધ છે, પૃથક્ સિદ્ધ નથી; માટે તેના સંબંધ સમવાય' કહેવાય છે.