________________
વિશેષ પદાર્થ ]
૧૯૯ જુદા છે.” (અહીં અવયવ એટલે કપાલિકા) અર્થાત્ બંનેની કપાલિકાઓ જુદી જુદી છે. તે વળી સવાલ થાય કે “એક કપાલની બે કપાલિકા જુદી જુદી કેમ ? તે કે એ કપાલિકાના અવયવ જુદા જુદા છે..આમ નીચે નીચે ઊતરતાં છેલ્લે આ સવાલ આવીને ઊભા રહે કે –એક પ્રયણુક કરતાં બીજે કયણુક જુદે કેમ ? તે કહેવાય કે એ દરેક દ્વચક્ષુકના અવયવ (પરમાણુ), જુદા-જુદા છે.
હવે જે સવાલ ઉઠાવાય કે–એક જ દ્વયણુકના અવથવભૂત બે પરમાણુ એ એક વ્યક્તિ તે નથી જ; કિન્તુ વ્યક્તિ રૂપે બે અલગ અલગ છે. તો સવાલ થાય કે, એમાંને એક પરમાણુ બીજા પરમાણુથી જુદો કેમ?” તે અહીં હવે પૂર્વ કે ઉત્તર કરવાને અવકાશ નથી કે દરેક પરમાણુના અવયવ જુદા જુદા છે. અર્થાત એક પર માણુના અવય કરતાં બીજા પરમાણુના અવયવ જુદા જુદા છે. આ ઉત્તર કેમ ન દેવાય ? એ આ રીતે સમજાય એવું છે કે-
•
પરમાણુ નિત્ય છે, અને નિરવયવ છે; અર્થાત્ તેને કેઈ અવયવ હોતો નથી. વળી એ નિત્ય હોવાથી એ કાર્ય (જન્ય) રૂપજ નથી, પછી એના જનક ક્યાંથી હોય કે જેથી એ જવાબ દઈ શકાય કે “એના જનક અવયવ જુદા છે તેમજ એને અવયવ ન હોવાનું કારણ એ, કે જે એનેય અવય હોય, તે પાછો સવાલ થાય કે “એ