________________
*
*
*
*
૧૯૮
ન્યાય ભૂમિકા છે (પ) વિશેષ ન્યાયદર્શનમકહે છે વિશેષ પદાર્થ માનવાની જરૂર એટલા માટે છે, કે જગતમાં એક પદાર્થ કરતા બીજે પદાર્થ જુદો પાડવો હોય તો બન્નેમાં અલગ-અલગ વિશેષતા બતાવવી પડે છેદા. ત. બે છોકરા સમાન રૂપવાળાં દેખાતા હોય, ત્યારે એમને એક એ બીજાથી જુદો કેમ?” એવું પુછાય તો કહેવું પડે છે કે “ભાઈ ! બેમાંના એકના પિતા (જનક) મગનભાઈ છે ને બીજાના જનક છગનભાઈ છે.” આમ બંનેના વ્યાવર્તક (જુદાઈ બતાવનાર ) એના પિતા બને છે. તે એવી રીતે પ્રશ્ન થાય કે આ મલમલ કરતાં આ બીજી મલમલ જુદી કેમ? તે કહેવું પડે કે આ મલમલ ફિનલે મિલની છે. બીજી મલમલ કોહીનૂર મિલની છે’ અર્થાત્ બની જેન મિલો જુદી છે. મતલબ, જનકના ભેદથી જન્યમાં ભેદ બતાવી શકાય. અર્થાત્ બને મલમલની વ્યાવક એની જનક મિલ છે.
તે હવે સવાલ આ આવે, કે-“આ એક ઘટ કરતાં બીજે ઘટ જુદો કેમ? તે કહેવું પડે કે બંને ઘટના જનક અવયવ કપાલ જુદા-જુદા છે. પાછો સવાલ આવે કે આ એક જ ઘટના એક સરખા દેખાતા બે અવયવસ્વરૂપ કપાલ એકરૂપ તે નથી જ અરસ-પરસ જુદા જ છે. તે એ જુદાઈ કેમ? તે એને પણ આ જ જવાબ કે “એક કપાલન અવય કરતાં બીજા કપાલના અવય