________________
પર-અપર સામાન્ય
૧૯૭
ગુણુ કમ આ ત્રણેમાં રહે છે (સામાન્ય વિશેષ સમવાય એ ત્રણ પદાર્થો પણ સત્ છે પણ ન્યાયદને સત્તા સામાન્ય યાને સત્તા જાતિ તેએામાં નથી માની.
દ્રવ્યત્વ' એ પરાપર સામાન્ય છે. કારણકે સત્તાની અપેક્ષાએ ન્યૂન દેશવૃત્તિ (એછી વ્યાપક) હેાવાથી અપર જાતિ છે અને પૃથ્વીની અપેક્ષાએ અધિક દેશવૃત્તિ અધિક વ્યાપક) હાઈ ૫૨ જાતિ છે. (એટલે પરાપર જાતિ થઈ).
‘ઘટત્વ’ એ સૌથી ન્યૂન દેશવૃત્તિ હાવાથી એ અપરજાતિ છે. હાં, ઘટના અવાંતર ખીજા પ્રકાર હેત તે તે તે પ્રકારમાં જે ધમ યાને જાતિ આવત, તેનાથી ઘટવ એ પરજાતિ થાત. પરંતુ તેવું છે નહિ.
સમસ્ત પૃથ્વીમાં પૃથ્વીવ જાતિ છે. સમસ્ત પૃથ્વી એટલે જલ અને તેજ સિવાયના સમસ્ત ચક્ષુથી દૃશ્ય દ્રવ્ય. એમાં વનસ્પતિ કાષ્ઠ-ધાન્ય તેમજ મૃત્તિકા-પાષાણ વગેરે આવે..એમ જલમાં જલત્વ જાતિ, તેજમાં તેજસ્ટ્સ જાતિ, વાયુમાં વાયુવજાતિ રહે.
[નૈયાયિક જો કે એમ સત્તા જાતિને માત્ર દ્રશ્ય-ગુણકર્મોમાં રહેનારી માને છે, પણ એ વિચારણીય છે; કેમકે પછીના સામાન્યાદિ પદાર્થો પણ ભાવાત્મક હાઇ સત્ તે છે જ, એટલે જેમ ‘દ્રવ્ય સત્, મુળઃ સત્, મે સન' એવી ખુદ્ધિ થાય છે એમ, ‘સામાન્યમ્ સત્, વિશેષઃ सन् 'એ રીતે એમાં સત્ ની પ્રતીતિ, સત્ ના વ્યવહાર તેા થાય જ છે, તે પછી એમાં પણ સત્તા જાતિ કેમ ન હેાય ?]