________________
૧૦ર
ન્યાય ભૂમિકા. બનેલા પટનું માપ. એમ કુલ તંતુનું જે વજન એ જ પટનું વજન. જે બને એકાતે ભિન્ન હોય તો તે એક કિલોના તંતુથી બનાવેલો પટ ત્રાજવાના પલામાં મુકાતા સામે બે કિલોનું વજન-માપ મુકવું પડે ! બીજું એ પણ છે, કે પટ ખરીદનાર પટની કિંમત અને તંતુની કિંમત એમ ડબલ કિંમત નથી ચુકવતે. .
(૨) હવે અવયવી અવવયથી ભિનન આ રીતે, કે
(i) અવશ્લી અવયવથી ભિન્ન છે તેથી જ તંતુને સંયોગ કાઢી નાખે, અર્થાત્ તંતુઓને છૂટા પાડી નાખે, તો પટની ગેરહાજરી થાય, પરંતુ તંતુની ગેરહાજરી ન થાય. તંતુ પોતે પટથી ભિન્ન હોવાથી પટ જતાં તંતુ સ્વતંત્ર ઊભા રહી શકે છે. એમ - (i) તંતુ-પટ ભિન્ન હોવાથી બન્નેના કાર્યો જુદા દેખાય છે. દા.ત. તંતુ નાનું પડીકું બાંધવા કામ. લાગે છે. જ્યારે, ૫ટ એ પોટલું બાંધવા કામ લાગે છે.. પટ શરીરનું આચ્છાદન કરી શકે છે. એ કામ તંતુ ન કરે. શકે. આ બંને વચ્ચે ચે ભેદ સૂચવે છે. " (i) છૂટા છૂટા તંતુ કેઈ લાલ કોઈ પીળા હોઈ શકે છે, પરંતુ એમાંના એકેય તંતુને કાબરચિતરો નથી કહેવાતે, છતાં એનો બનેલો પટ કેવા રંગનો છે? એમ પૂછાય તો લાલે ય નથી કહેવાતો અને પળે ય નથી કહેવાતો, પરંતુ કાબરચિતરે કહેવાય છે.