________________
ભેદનુવિદ્ધ અભેદમતે લાભ ]
૧૯ છે, અને સૂંઠ કફનો નાશ કરે છે. ધ્યાનમાં રહે, આ ગોળી એ સૂઠ ગોળને માત્ર સરવાળો નથી, કિન્તુ એ પ્રત્યેકથી એક વિલક્ષણ ઔષધ વસ્તુ બનેલી છે. એમ અહીં ભેદાભેદ પણ ભેદ–અભેદ પ્રત્યેકથી વિલક્ષણ પદાર્થ છે. વિલક્ષણ સંબંધ છે.
સારાંશ – ગુણ-ગુણી એમાં ગુણ એ દ્રવ્ય છે, અને ગુણ એ પર્યાય છે. આ દ્રવ્ય અને પર્યાય પરસ્પરથી ભિન્નભિન્ન છે, અથવા કહો બને ભેદભેદ સંબંધથી જોડાયેલા છે. એવું જ
૦ અવયવથી અવયવી ભિન્ન ભિન્ન છે
૨ અવયવ-અવયવી વચ્ચે ભેદભેદ સંબંધ છે. ' (૧) હવે આમાં અવયવી અવયવથી અભિન્ન, એ
રીતે કે અવયવો પોતે જ અવયવી રૂપ બની જાય છે. - દા.ત. શાળ પર ચઢેલા તંતુ પરરૂપ બની જાય છે.
એટલે કે અવયવ પોતે જ અવયવીરૂપ બની જાય છે. અર્થાત તંતુ જેડાયા એમાં કોઈ જુદી પટ વસ્તુ આવીને નથી બેસી ગઈ. નહિતર તે તંતુ જુદા અને ઍના ઉપર જુદો ચડી બેઠેલો પટ દેખાત; પરંતુ એવું નથી દેખાતું. તંતુ પોતે જ પટરૂપ બની ગયા દેખાય છે. અવયવ પોતે જ અવયવી રૂપ બની ગયા. માટે બંને વચ્ચે અભેદ કહેવાય. એમ બને વચ્ચે અભેદ હોવાથી લાભ કેવો સરસ થાય કે પરિમાણુ યાને મા૫ અને વજન ડબલ નથી થતું. દા.ત. તંતુનું બધા છૂટા રાખીને જે માપ, તે જ સંયુક્ત તંતુથી