________________
જેનમતે “ગુપના ટ્રમ્ ] તરીકે શી વિશેષતા રહી? જૈનમતે આત્માને જ્ઞાન સ્વભાવ હોવાથી મુક્ત આત્મામાં અનંતજ્ઞાન પ્રગટેલું જ રહે છે.
આમ છતાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રહે કે એ અનંતજ્ઞાન પણ સમયે સમયે વિષયના પરિવર્તનથી ફરતું રહે છે, કેમકે જ્ઞાન નિર્વિષયક હેતું જ નથી, પણ સવિષયક જ હોય છે. તેથી ક્ષણે ક્ષણે જે વિષય, તેવું જ તે તે ક્ષણે જ્ઞાન હોય. તે જ તે સાચું જ્ઞાન કહેવાય. એટલે સ્વાભાવિક છે કે ક્ષણે ક્ષણે વિષય ફરે તેમ જ્ઞાન ફરે. પૂછે -
પ્ર–તે શું જ્ઞાનમાં પર્યાયો હોય છે ? જે કહે હા, તે શું ગુણમાં પર્યાય હેય? યા જ્ઞાન શું દ્રવ્યની જેમ સ્વતંત્ર છે ? દ્રવ્યાધીન ગુણ નથી ?
ઉ૦-જ્ઞાન એ અલબત્ ગુણ છે, પરંતુ એ ફરતા જ્ઞાન એ આત્માના પર્યાય જ છે. અર્થાત્ જ્ઞાન એ ગુણ પણ ખરો, અને પર્યાય પણ ખરા. એનું રહસ્ય “સ માવિનો ગુor: માષિનો પર્યાયા:” એ સૂત્રથી મળી રહે છે. આ સુત્ર સૂચવે છે કે દ્રવ્યની અવસ્થાઓને કમભાવી તરીકે જુએ, ત્યારે એને પર્યાય કહેજે, અને સહભાવી તરીકે જુઓ, ત્યારે એને ગુણ કહેજે. જેમકે,-રૂપ-રસ-. ગંધ-સ્પર્શને એક સાથે રહેનારા તરીકે જોઈએ ત્યારે એને ગુણ કહેવાય, પરંતુ રૂપાદિ દરેકમાં કમસર બનતી તરતમતાની દૃષ્ટિએ જોઈએ, દા. ત. હમણું આછું શ્યામ, પછી જરાક ઘેરું શ્યામ, પછીની ક્ષણે વળી વધુ ઘેરું