________________
દ્રવ્ય અને ગુણ અંગે માન્યતામાં તફાવત! ૧૮૩ - દ્રવ્ય અને ગુણ અંગે ન્યાય-વૈશેષિક અને જેનમતમાં તફાવત :
ન્યાય–વૈશેષિક દર્શનવાળા ૯ દ્રવ્યમાં પૃથ્વી-જલતેજ-વાયુને સ્વતંત્ર દ્રવ્ય માને છે; એનું કારણ, એમના મતે પૃથ્વી વગેરે દરેકના પરમાણુ સ્વતંત્ર છે. એટલે કે પાર્થિવ પરમાણુ તે શાશ્વત કાલ માટે પાર્થિવ જ પરમાણુ રહે. જલીય પરમાણુ સદાય જલીય પરમાણુ જ રહે. પાર્થિવ પરમાણુ કદીય જલીય પરમાણુ ન થાય; જલીયને પાર્થિવ ન થાય. એટલે તે તે પાર્થિવાદિ અણુમાંથી દ્વચક્ષુક વગેરે સ્વતંત્ર પાર્થિવ વગેરે જ સકંધ બને. - જનમત કહે છે કે–વિશ્વમાં આવા પૃથવી વગેરેના કેઈ સ્વતંત્ર શાશ્વત પરમાણુ નથી, કિન્તુ પરમાણુમાંના રૂપ-રસ–ગંધ-૫શને ફેરફાર થતાં, એના એજ પાર્થિવ પરમાણુ જલીય પરમાણુ વગેરે સ્વરૂપે બની જાય છે. જેમ દા.ત. દૂધમાંથી દહીં બને ત્યાં દૂધના અણુ પોતેજ હવે એના રૂપ-રસ-ગંધ વગેરેના ફેરફાર થઈને સ્વતંત્ર દહીંના અણુ બની ગયા હોય છે. એટલે જ વાયુના અણુ પણ ફેરફાર થઈને જલીય પરમાણુ બની જાય છે. જે આજની વૈજ્ઞા. નિક શોધ મુજબ પણ બરાબર છે. વિજ્ઞાનનો નિયમ છે કે B, O બે હાઈડ્રોજન વાયુના અણુમાં એક એસીજન વાયુ-અણુ મળીને પાણીનો અણુ બને છે. જે વાયુના અણુ સ્વતંત્ર હોય તો એ જલીય અણુ બનેજ કેવી રીતે ? પરંતુ આ પરિણામ બતાવે છે કે મૂળ અણુ સામાન્ય એ