________________
૧૮૨
ન્યાય ભૂમિકા. આવે છે. આમ રૂપ પણ પર્યાય બની જાય છે એટલે વાસ્તવમાં ગુણો પણ દ્રવ્યના પર્યાય છે. આમ વિશ્વ યાને જગત એ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. '
પ્ર – સૂત્રકાર ગુપચવટુ ચમ્ કહીને ગુણેથી પર્યાયને જુદા બતાવે છે, તે તમે એને એકરૂપ કેમ. કહો છે ?
ઉ૦-જૈન દર્શનમાં એક આગવી વિશેષતા નયવાદની છે. વસ્તુનું જ્ઞાન કરવા માટે ઈતરદર્શને એકલા પ્રમાણને જરૂરી માને છે, ત્યારે હનદર્શન પ્રમાણ અને નય બેને જરૂરી માને છે. તત્ત્વાર્થ સૂત્ર છે, “મિળનfધામઃ” આમાં પ્રમાણ એ વસ્તુને સાકલ્યને અર્થાત્ અંશની વિવેક્ષા રાખ્યા વિના બંધ કરાવે છે; જેમકે, “આ સામે લાલ ઘડે છે એવું જ્ઞાન એ પ્રત્યક્ષ પ્રમાણુ જ્ઞાન છે. ત્યારે નય એ અંશની વિવક્ષા રાખીને વસ્તુનું કેઈ અપેક્ષાએ અંશે જ્ઞાન કરાવે છે. જેમકે “ઘડે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.” આમાં ઘડો એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય પણ છે. આ નયની અપેક્ષાએ જ્ઞાન કરવાના હિસાબે જૈનમતે દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એમ બે જ નય માનેલા છે. પરંતુ ત્રીજો ગુણાર્થિક નય માનેલે નથી. અર્થાત્ ગુણ જો પર્યાયથી જુદે સ્વતંત્ર પદાર્થ હેત, ત્રીજો ગુણાર્થિક નય પણ. માન્યો હોત.