________________
ન્યાય ભૂમિકા ઉ૦-એમ તે જોવા જઈએ તો શ્રુત–અર્થાત્ દ્વાદ- શાંગી આગમના સૂત્રોના રચયિતા તો ભગવાન નહિ, પણ ગણધર મહારાજ જ હોય છે; તેથી એ શ્રુતનું ઉત્પતિ–સ્થાન તે ગણધર ગણાય, પણ ભગવાન કેવી રીતે ગણાય છે પરંતુ અહીં એ સમજવાનું છે કે ગણધરો (શ્રતથી) દ્વાદશાંગી સૂત્રની રચના, ત્યારે જ કરી શકે છે કે જે પહેલાં એમને તીર્થકર ભગવાન આખી દ્વાદશાંગીના સારરૂપે “qન્ને વા? વિખે ” “પુરૂ વા” એવા ત્રિપદી સૂત્ર આપે છે. એ સાંભળતાં ગણધર મહારાજાને શ્રુત જ્ઞાનાવરણને ઉતકૃષ્ટ પશમને પ્રગટ થાય છે, સાથે
ત્પાતિક, કાર્મિકી, નિચિકી, અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિના સહકારથી સૌથી પહેલાં મહાસાગર જેવા ચોદ “પૂર્વ શાસ્ત્રોની રચના કરે છે. માટે જ એને પૂર્વ એવું નામ આપવામાં આવ્યું છે. એની સાથે પૂર્વગત’ વગેરેની રચના કરે છે, જે કુલ મળીને “ષ્ટિવાદ' નામનું ૧૨ મું અંગ કહેવાય છે. અને પછી આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે ૧૧ અંગ આગમોની રચના કરે છે. આમાં બારમું અંગ “દષ્ટિવાદ' નામનું છે, અને એમાં ઉપરોક્ત ચૌદપૂર્વ શ્રુતને સમાવેશ થાય છે. - આ દ્વાદશાંગી આગમએ સમ્યકુશ્રુત કહેવાય છે. આમ એ ગણધરની રચના છતાં એનું મૂળ ઉત્પત્તિ સ્થાન જેમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી વગેરે છે, તેમ જગતમાં પ્રવર્તતા મિથ્યાશ્રુતેનું મૂળ ઉત્પત્તિસ્થાન પણ તીર્થકર