________________
ગુણ ૨૪ ]
૧૭૯ (૧૮) ધર્મ, (૧૯) અધર્મ, (૨૦) સુખ, (૨૧) દુઃખ, આ આત્મદ્રવ્યના છે. તેમજ
મૂર્ત દ્રવ્યના ૪ સાધારણ ગુણ છે -(૨૨) પરત્વ, (૨૩) અ–પરત્વ, (૨૪) ગુરુત્વ, તથા ચોથો ગુણ (૨૫) સંસ્કાર (વેગ તથા સ્થિતિસ્થાપકતા રૂ૫). એ પૂર્વે ગણાઈ ગયેલ “સંસ્કાર ગુણના જ બીજું-ત્રીજે પ્રકાર છે, તેથી ૨૪ પર નંબર નહિ વધે. Total – સર્વના સામાન્ય ગુણ ૫ + વિશેષગુણ ૧૬
(= ભૂતના ૭ + આત્માના ૯ ) + મૂતના
સામાન્ય ગુણ ૩ = ૨૪ ગુણ થયા. જનમતે દ્રવ્યમાં આશ્રિત ગુણે આયભૂત દ્રવ્યથી જુદા સ્વતંત્ર પદાર્થ નથી, કિન્તુ દ્રવ્યથી ભિન્નભિન્ન છે. અર્થાત્ ગુણો દ્રવ્યથી કથંચિત્ ભિન્ન પણ ખરા, તે કથંચિત્ અભિન્ન પણ ખરા.
ન્યાય-વૈશેષિક દર્શનવાળા દ્રવ્યથી ગુણને તદન ભિન્ન સ્વતંત્ર પદાર્થ તરીકે માને છે. પરંતુ એમાં પછી દ્રવ્ય સાથે ગુણનો કોઈ સંબંધ માનવો જ પડે તે જ ગુણવત્ 7ધ્યમ્ એવી વિશિષ્ટ બુદ્ધિ થઈ શકે. એટલા જ માટે એ દ્રવ્ય-ગુણને સમવાય સંબંધ માને છે. પછી તે સમવાય પણ પાછો એક સ્વતંત્ર પદાર્થ માને છે. હવે અહીં આપત્તિ એ છે, કે એમ માનવા જતાં દ્રવ્યમાં જેમ ગુણ આવે, તેમ ગુણસમવાય પણ આવ્યો. હવે બે ગુણ-સમવાયને પણ દ્રવ્યમાં સંબંધ માનવો પડે, તે