________________
ન્યાય ભૂમિકા પ્રવ–આકાશ-કાળ-દિગ આ ત્રણ દ્રવ્યને ક્યાંય જવું આવવું નથી, જ્યાં છે ત્યાં જ છે. એટલે એ તે વિભુ હોઈ શકે. પરંતુ આત્માને તે ઘરમાંથી બહાર, બહારમાંથી ઘેર, એક ગામથી બીજે ગામ, એક ગતિમાંથી બીજી ગતિમાં, જવા-આવવાનું હોય છે. આ ગમનાગમન, આત્મા જે વિભુ યાને સર્વત્ર-વ્યાપી હોય તે, એનામાં કેવી રીતે. ઘટી શકે?
ઉ–એક જન્મમાંથી બીજા જન્મમાં જવાનું હોય છે, ત્યાં જે આ જન્મમાં “આત્મા અમુક શરીરાવન (શરીરાવચ્છિન્ન) હતું, તે હવે અપરજન્મય શરીરવચ્છેદન (શરીરાવચ્છિન્ન) અસ્તિત્વમાં આવે છે. આમ એક શરીરાવચ્છિન મટી અન્ય શરીરાછિન બનવું એનું નામ જન્મ. (એજ રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન પણ કહેવાય).
પ્રવ–આમાં “ઘરેથી બહાર ગયો એ કેમ ઘટે ? કેમ કે આત્મા વિભુ છતાં પરભવમાં ગમન તે, અવચ્છેદક શરીર બદલવાથી, ઘટી શકે, પરંતુ આના આ જ જન્મમાં શરીર તે એનું એ જ ઊભું છે, તે ઘરેથી બહારમાં ગમન કેવી રીતે ઘટી શકે?
ઉ–ન્યાયમતે આત્મા વિભુ હેવા છતાં “ઘરમાં જ બેઠો છે બહારમાં નથી એવું જે કહેવાય છે તે શરીરાવચ્છિન્ન આત્મામાં “શરીરાવજીંદેન ગૃહ–સગ છે, બાહ્ય સંગ નથી, માટે કહેવાય છે કે આત્મા ઘરમાં.