________________
દ્રવ્ય ૯ પ્રકારે ]
૧૭૫ (v) મને દ્રવ્ય અણુ સ્વરૂપ જ છે. એટલે જ એ જુદી-જુદી ઈન્દ્રિયો સાથે અતિ ઝડપથી સંયુક્ત બનીને તે તે ઈન્દ્રિયો સાથે સંયુક્ત વિષયોને ઝપાટાબંધ પકડીપકડીને તેનું જ્ઞાન કરાવે છે. (આ ન્યાય-વૈશેષિક મત છે)
(vi) આકાશ દ્રવ્ય એ ન્યાય-વૈશેષિક મતે ચાલુ સમજે મુજબ અવકાશ રૂપ નથી, કિન્તુ શબ્દનું સમવાયિકારણ છે; અને એથી જ શબ્દાશ્રય રૂપ આકાશ એક વિભુ દ્રવ્ય છે.
(ii) કાળદ્રવ્ય જે વિભુ છે અને મહાકાળ કહેવાય છે. બાકી પળ-ઘડી-દિવસ-માસ વગેરેને સામાન્યથી કાળ સ્વરૂપ માનવામાં આવે છે, એ ઉપાધિરૂપ કાળ છે. સૂર્યની ક્રિયા પર એ મનાય છે.
(viii) દિગદ્રવ્ય એ સ્થાન અવકાશ સ્વરૂપ છે. એટલે એમાં અહીંથી તહીં વગેરે ગમનાગમન થાય છે. લોકમાં પ્રસિદ્ધ “ઉપર આકાશમાં તારા છે' ઇત્યાદિ વ્યવહાર ન્યાય–વૈશેષિક મતે વાસ્તવમાં દિગૂ દ્રવ્યના વિભાગને લઈને છે. માટે અહીં “આકાશમાં” “એટલે કે ઉપરના દિગ્ર વિભાગમાં એ અર્થ સમજવાનો.
(ix) આત્મા : ન્યાય-વૈશેષિકમતે નવમું દ્રવ્ય આત્મા છે. આ આત્મદ્રવ્ય વિભુ છે, અને તે આત્મા અનાત્મદ્રવ્ય કરતાં જ્ઞાન–ઈચ્છા-કૃતિ...વગેરે અલાયદાગુણવાળો છે. . ..