________________
જૈનમતે ભવિતવ્યતાદિ ૫ કારણ ]
૧૭૧ પ્રવે- ધર્મપુરુષાર્થ પણ પુણ્ય હોય તે થાય ને?
ઉ – આ છેટું ગણિત છે. પાંચ કારણમાં પુરુષાર્થને કર્મ કરતાં જુદું સ્વતંત્ર કારણ કહ્યું, એનો અર્થ જ એ છે, કે-જેમ કર્મ એના ક્ષેત્રમાં સ્વતંત્રપણે કામ કરે છે, એમ પુરુષાર્થ પણ એના ક્ષેત્રમાં સ્વતંત્રપણે કામ કરે છે. - પ્રવે- પુરુષાર્થ શું છે ?
ઉ૦- જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ (ગ) કરાવનાર જીવના વીર્યગુણનું કુરણ એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ કાંઈ કર્મના ઉદયથી ન જાગે; એ તે જીવ પોતે જ જગાડે તે જ જાગે. દા. ત. ખાવાની થાળી પીરસાઈ ગઈ હોય, પરંતુ મહેમાને ધાર્યું હોય તો જ તે ખાવાને પુરુષાર્થ કરે છે, મહેમાનની ઈચ્છા ન હોય તે તે ખાવાની ક્રિયાને પુરુષાર્થ નથી કરતા.
મેક્ષમાર્ગની આરાધનામાં જીવ અહીં જ અટકે છે. જીવને ચરમાવ7માં કર્મે ઉત્તમ મનુષ્યભવ અને દેવગુરુ-ધર્મની સામગ્રી તે આપી દીધી, છતાં એને સંયમ કેમ નહિ? કહે, જીવને પુરુષાર્થ નથી માટે નહિ. ત્યાં મૂખ જીવ એમ વિચારે છે કે “સંયમનું મારું ભાગ્ય નથી. આને કેશુ કહે કે, “અલ્યા! તારે ભાગ્ય યાને રૂડાં કર્મ હતા માટે તે આટલી બધી ઊંચી સામગ્રી પામવા સુધી આવ્યું. હવે તો પુરુષાર્થ પર નિર્ભર રહે. પુરુષાર્થ જેટલે ઊંચે, એટલે તીવ્ર, તેટલી સંયમાદિધર્મ-કાર્યની સિદ્ધિ સરળ અને ઝડપી... .. .