________________
જેનમતે ભવિતવ્યતાદિ ૫ કારણ ]. કર્મ (ભાગ્ય) કારણ નથી લેતા. દા. ત. કેટલાય એવા સ્કન્ધ બને છે કે જે કોઈ પણ જીવને કામમાં જ નથી આવતા, પછી એવી કાર્યોત્પત્તિમાં જીવનું કમ (ભાગ્ય) શી રીતે કારણ કહેવાય? તે આવા સ્કન કેમ ઉત્પન્ન થાય છે? તે કહ, વિવની વિચિત્ર ઘટના જ એવી છે કે એમાં એવા સ્કન્ધો બનતા રહે છે, ને વિખરાય છે. બાકી જીવને જીવનમાં જે પૌદ્દગલિક શુભ યા અશુભની પ્રાપ્તિ થાય છે, તેમાં એ જીવના શુભ યા અશુભ કર્મ કામ કરે છે. માટે જ શાસ્ત્રો કહે છે.
सव्वं पुवकयाणं कम्माण पावए फलविवाग । अवराहेसु गुणेसु य निमित्तमित्त परो होइ ।।१।।
અર્થાત્ જીવને બહારમાં (સારું-નરસું) બધું પિતાના પૂર્વે કરેલા (શુભ-અશુભ કર્મના ફળ-વિપાકરૂપે પ્રાપ્ત થાય છે. પિતાનું બગડયું કે સારું થયું, એમાં બહારને માણસ તે નિમિત્ત માત્ર હોય છે; બાકી મુખ્ય કારણ પિતાના શુભ યા અશુભ કર્મ હોય છે.
'દા. ત. પ્રભુ મહાવીર દેવના કાનમાં ગોવાળિઆએ ખીલા ઠેકી ભયંકર પીડા ઉપજાવેલી ખરી, પરંતુ એની પાછળ ખરેખર તે પ્રભુએ ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતારમાં શમ્યાપાલકના કાનમાં જે ધગધગતે તપાવેલો સંસાને રસ રેડાવે, એનાથી ઊભા થયેલાં ભયંકર “અશાતા વેદનીય નામના અશુભ કમને એ વિપાક હતું. બાકી ગોવાળિઓ તે એ પીડામાં નિમિત્ત માત્ર હતે.