________________
૧૬૮
ન્યાય ભૂમિકા ન કહેવાય; પરંતુ એ જીવેના અભવ્યત્વ સ્વભાવ અને ભવ્યત્વ સ્વભાવને જ કારણ કહેવું પડે.
બાવળનું બીજ વાવીએ એટલે બાવળ જ ઊગે, અબ ન ઊગે. એમ ઘઉં વાવીને બાજરી ન પાકે, કિંતુ ઘઉં જ પાકે. એનું કારણ એમને તે તે સ્વભાવજ, કારણભૂત કહેવો પડે.
(૩) ત્રીજું કારણું, “કાળ' છેઃ વસ્તુનો તે તે કાર્ય કરવાને સ્વભાવ છતાં અમુક-અમુક કાર્ય અમુક જ કાળે થાય, તે પહેલાં નહિ, એમાં કાળ કારણ કહેવું પડે. વાંઝણી સ્ત્રીને સ્વભાવ જ નહિ કે એને પુત્ર થાય, પરંતુ અ-વાંઝણી સ્ત્રીને સ્વભાવ છતાં ગર્ભ રહ્યા પછી નવ મહિને જ કેમ પુત્ર જમે? એના જવાબ તરીકે કાળને જ માનવો પડે. અર્થાત. એનું કારણ કાળ જ કહેવો પડે. '
(૪) ચોથું કારણ, “કર્મ": કર્મ એટલે શુભઅશુભ ભાગ્ય. સામાન્યથી કાર્ય પ્રત્યેના પાંચ કારણમાં કર્મ ચોથું કારણ છે. અહીં “સામાન્યથી એટલા માટે કહ્યું કે વિશ્વમાં અણુઓ મળી જે સૂકમ કે સ્થૂલ સ્કો ઉત્પન્ન થાય છે તેમજ જે સ્કન્ધોમાંથી આણુ છૂટા પડી, એ સ્કીધોને નાશ થાય છે, એ બધામાં કઈ જીવને પ્રયત્ન કારણ નથી એટલે જ એને “વિસસા (કુદરતી) ઉતપાદ કહે છે. ત્યારે પ્રયત્નજન્ય કાર્યને “પ્રયોગ ઉત્પાદ' કહે છે. આમાં કેટલાક વિસસા-ઉત્પાદના કાર્યમાં કેઈ જીવનાં