________________
૧૬૬
ન્યાય ભૂમિકા
mmmmmmmmmmm | (iv) સમરાદિત્યને અને પાર્શ્વનાથ ભગવાનને વચલા ભોમાં અનુક્રમે દુશ્મન અગ્નિશર્મા અને કમઠથી ભયંકર પીડા આવી. હવે જુઓ કે-એ પીડા કેના પ્રભાવે ? તે. કે પિતાના અશાતા વેદનીયાદિ પાપકર્મોના પ્રભાવે. પરંતુ પીડા બીજા કોઈથી નહિ ને અગ્નિશર્માથી જ કે કમઠથીજ આવી, એ તેવી ભવિતવ્યતાને લીધે.. | (v) માણસનું આર્ય દેશમાં સારા ગામમાં જનમવાનું પુણ્યકર્મ હોય તેથી એમાં જનમ મળે એટલું જ પરંતુ એમાંય “અમુક જ સારા, ગામમાં જનમ કેમ? બીજા સારા ગામમાં જનમ કેમ નહિ? તે આને ખુલાસો પુણ્ય ન આપી શકે. પુણ્ય તે એટલું જ કામ કરે કે ગમે તે સારા ગામમાં જનમ આપો. પણ “અમુક જ સારા ગામમાં જન્મ કેમ?” એનો ખુલાસે ભવિતવ્યતાથી મળે. એ જીવની ભવિતવ્યતા જ એવા પ્રકારની હતી કે
એ જીવને સારા ગામ તરીકે એ અમુક જ ગામમાં જનમ મળે.
(૨) બીજું કારણ, “સ્વભાવ : સ્વભાવ એ કારણ એટલા માટે માન પડે કે તે તે વસ્તુમાંથી અમુકઅમુક જ કાર્ય થાય છે, એ એના તેવા સ્વભાવને લીધે જ થાય છે.
દા. ત. અનિથી કપડું બન્યું ને પાણીથી કપડાની આગ ઠરી. આ અગ્નિથી જ બળવાનું, ને પાણીથી જ કરવાનું જે કાર્ય થાય છે, એ અનિ- અને પાણીના તેવા