________________
૧૬૪
ન્યાય ભૂમિકા છે. ભક્તિને વિષય અહિત એ વિશિષ્ટ વિષય હાવાથી એમની ભક્તિથી વિશિષ્ટ પુણ્યની પ્રાપ્તિ થાય છે. માના કે તમે તમારા પેાતાના લાખ રૂપિયાને મુગટ કેાઈ રાજાને પહેરાવે, અગર કોઈ મિથ્યાત્વીદેવને પહેરાવા, કે અરિહંત પ્રભુને પહેરાવા, ત્યાં વિશિષ્ટ પુણ્ય કથાં બધાશે ? તા કહેવુ' જ પડે કે અરિહંતને જ મુગટ પહેરાવવામાં વિશિષ્ટ પુણ્ય મળે.
આમાં દેખાશે કે વિશિષ્ટ ફળ મળવામાં વડાઇ. કાની ? ભક્તિની પ્રક્રિયાની ? કે ભક્તિના વિષયની ? તા કહેવુ જ પડે કે વડાઈ ભક્તિ-કરતાં અરિહંતની જ છે. સિદ્ધિગિરિ પર દાદાના દર્શન કરીએ અને વિશિષ્ટ પુણ્ય. મળે, એમાં વડાઈ કેાની ? તા ત્યાં કહેવું જ પડે કે આદીશ્વર દાદાની. અહી' ક્રિયાના મહત્ત્વ કરતાં આલંબનનું મહત્ત્વ છે. તમે દÖન-સ્મરણું-પ્રાર્થના-ભક્તિ—ગુણગાન ઇત્યાદિ બધું મિથ્યાદેવનું કરા તા તુચ્છફળ, ને એ બધું અરિહ‘તદેવનું' કરા તે ઘણુ· ઉચ્ચફળ. એ જ બતાવે છે. કે વિશેષતા અરિહંતની છે. બસ, આટલા જ માટે અરિહંત એ સ શુભમાં અસાધારણ કારણ છે. જૈનમતે પાંચ સાધારણ કારણ :
જૈનમતે ભવિતવ્યતાદિ પાંચેય કારણુ સ્વતંત્ર છે, અર્થાત્ એકનું કામ બીજું કારણ ન કરી શકે. તેમજ એકના બીજામાં અન્તર્ભાવ પણ ન થઇ શકે. તેમ પાંચમાંથી એકેય વિના ન ચાલે.
- x