________________
-
-
-
-
-
અરિહંત પરમાત્મા અસાધારણ કારણ ] ૧૬૩ જે ધર્મપુરુષાર્થ હો, એ કાં તે અરિહંત-ભક્તિરૂપ ધર્મ પ્રવૃત્તિને પુરુષાર્થ હોતે, અથવા તે જિને કોઈ દયા–દાનશીલ-તપ વગેરે ધર્મ–પ્રવૃત્તિને પુરુષાર્થ હતે. હવે એ જુએ કે ભક્તિના પુરુષાર્થમાં ભક્તિ જે અરિહંતની કરી, તેજ વિશિષ્ટ પુણ્ય મળ્યું; બાકી ભક્તિ જે બીજી દેવી-દેવતાની કરી હોત, તો આ વિશિષ્ટ પુણ્ય ન મળત. એટલે આમાં અરિહંત જ મુખ્ય કારણ ગણાય. અહીં કદાચ કહે –
પ્ર-તે પણ એમાંય અરિહંતની ભક્તિને અમારા પુરુષાર્થ જ કારણ બને, પણ અરિહંત ક્યાં કારણ બન્યા?
ઉ૦- ભક્તિપુરુષાર્થ કારણ ખરો, પરંતુ કેની ભક્તિને પુરુષાર્થ ? શું વિષ્ણુ-મહાદેવ આદિ અસાર્વજ્ઞદેવની ભક્તિને પુરુષાર્થ? એ શું અરિહંતભક્તિના પુરુષાર્થ જે વિશિષ્ટ લાભ આપત? કે મામુલી લાભ યા માલ વિનાને લાભ આપત? જે અરિહંતની જ ભક્તિને પુરુષાર્થ વિશિષ્ટ ફળ આપે છે, તે એ બતાવે છે કે વિશિષ્ટ ફળજનનમાં મહત્ત્વનું કારણ ખાલી ભક્તિ નહિ, કિન્તુ અરિહંત છે. ભક્તિ તે મિથ્યાદેવની કરો કે
અરિહંતદેવની કરે, ભક્તિકિયા તે સરખી છે, છતાં ફળમાં વિશેષતા એ ભક્તિના વિશિષ્ટ વિષયના કારણે છે. માટે કહે કે- અરિહંત જ ભક્તિ આદિ અન્ય કારણે કરતાં પ્રધાન કારણ છે. એમ ભક્તિના પુરુષાર્થ કરતાં શક્તિના આલંબન(વિષય)નું અર્થાત્ અરિહંતનું મહત્વ