________________
અરિહંત પરમાત્મા અસાધારણ કારણે
જૈનમતે અલબત સામાન્ય રીતે કાર્યમાત્ર પ્રત્યે ભવિતવ્યતાદિ પાંચ કારણેને સમવાય (=સમૂહ) કારણભૂત છે, આ હિસાબે કેઈપણ નાની-મોટી ધર્મસાધનામાં તથા ઈહલૌકિક- પારલૌકિક સારી-નરસી પ્રાપ્તિમાં ભવિતવ્યતાદિ પાંચ કારણ કામ કરે છે; છતાં પણ આ પાંચના માથે અરિહંત પરમાત્મા એ અસાધારણું કારણ છે; કેમકે ભવિતવ્યતાદિ પાંચને શાસ્ત્રકારો અરિહંતના દાસ માને છે. મતલબ, અરિહંતના અચિત્ય પ્રભાવે પાંચે કારણે સાધનામાં અનુકૂલ થઈ જાય છે. માટે જ શ્રીયશોવિજયજી મહેપાધ્યાય અરિહંતની સ્તુતિ કરતાં કહે છે કે – “ભવિતવ્યતાદિ તુજ દાસે રે ? અર્થાત્ હે અરિહંત! સર્વસાધના માટે આપ પ્રધાન કારણ છે, બાકીના ગૌણ કારણે છે. સાધના માટે, ને સુખસંપત્તિઓ માટે પણ અરિહંત પ્રધાન કારણ છે. અહીં પ્રશ્ન થાય,–
પ્ર– સાધના તે અમે અમારા પુરુષાર્થથી કરીએ છીએ; તે સાધનામાં “પુરુષાર્થ કારણ બન્યું, પણ અરિહંત શી રીતે કારણ બન્યા ? અથવા સુખ-સંપત્તિ અમારા પુણ્યથી મળે છે, તે સુખ-સંપત્તિમાં “પુણ્ય” કારણ બન્યું, અરિહંત શી રીતે કારણ બન્યા?
ઉ૦- અરિહંતપ્રભુ કારણ આ રીતે બન્યા-કે. સંપત્તિસર્જક પૂર્વપુણ્યની બાબતમાં તે એ પુણ્ય સર્જનાર