________________
ઈશ્વર જગતના બતાવનાર ]
સારાંશઈશ્વરને જગતકર્તા તરીકે માનવામાં પરમપુરુષ પરમાત્મા ઇશ્વરમાં સરાગતા...વગેરે ખરાબીઓ માનવી પડે છે. માટે કહે–વાસ્તવમાં ઈશ્વર એ જગતને બનાવનાર નહિ, પણ બતાવનાર જરૂર છે. જગતનું યાને વિશ્વનું સ્વરૂપ કેવું? જીવ એમાં કયા કયા કારણે અનંત
3 જી અમલમાં અનંતકાલથી ભટકે છે? જીવ કેવાં કેવાં દુર્ગતિઓના દુઃખ પામે છે? ને છતાં મહમૂઢ બન્યો રહીને કેવાં કેવાં પાપાચરણ કરે છે? એ પાપોથી જીવ કેવા કેવા કર્મ બાંધે છે? ને એનાં કેવાં કેવાં ફળ ભોગવે છે?..વગેરે વગેરેની પરમાત્મા પોતાના અનંત જ્ઞાનના બળે જોઈને ઓળખ કરાવે છે, કર્મબંધના કારણથી બચવાના ઉપાયો, અને કર્મક્ષય કરવાના ઉપાયે બતાવે છે. કહ, પરમાત્મા જીવને મોક્ષમાર્ગ બતાવી મેક્ષમાર્ગના પથિક બનાવે છે. વળી આમાં પરમાત્માનું સ્વરૂપ વીતરાગ–સર્વજ્ઞ છે, એટલે પણ સાધકની સામે સાધનાનું રાગ-દ્વેષ વિનિમુક્ત આદર્શ સ્વરૂપે રજુ થાય છે, તેમજ પરમેશ્વર બનવા પૂર્વેની મોક્ષમાર્ગની ઉત્કૃષ્ટ સાધનાની હુંફ મળે છે અને અનંતપ્રભાવી પરમાત્માના આલંબને સાધનામાં જેમ પ્રાપ્ત થાય છે. સાધના વિના જ કલ્પી લીધેલા અનાદિસિદ્ધ ઈશ્વરમાં આ ઉત્કૃષ્ટ આદર્શ—સાધના જેવા જ ક્યાં મળે?