________________
૧૫૮
ન્યાય ભૂમિકા નિર્માણ નથી થતું. અર્થાત્ કપાસિંગ એ એકબાજુ ઘટને ઉત્પન્ન કરે છે અને બીજી બાજુ ઘટના પ્રાગભાવને નષ્ટ કરે છે.
બિચારે! કાર્યને પ્રાગભાવ બીજી સામગ્રીનો સહકાર લઈ કાર્યને ઉત્પન્ન કરનારે છતાં, એજ સામગ્રી - બીજી જ ક્ષણે એક બાજુ કાર્યને ઉત્પન્ન કરે છે, સાથે - સાથે બીજી બાજુ પિતાના સહકારી પ્રાગભાવને જ ખત્મ કરે છે. જેમ પૂર્વે રાજાએ મહેલમાંથી જંગલ સુધી ગુપ્ત સુરંગ ખેલાવતા, પરંતુ સુરંગકાર્ય એક બાજુ પૂરું થતું ને બીજી બાજુ એ સુરંગ ખોદનારાને જ સુરંગમાં દફનાવી દેતા. સુરંગેત્યાહક માણસને સુરંગોત્પતિ–ક્ષણે જ નાશ, એમ કુલસામગ્રીથી પ્રાગભાવને જ નાશ !
પ્રાગભાવ જતાં સામગ્રી ન રહી. “સામગ્રી એટલે તે સમગ્ર સમૂહ, તેથી એમાંનું એક પણ કારણ જતાં સામગ્રી તૂટી, એથી બીજી ક્ષણે પુનઃ ઘટોત્પત્તિની આપત્તિ નહિ આવે.
(v+vi) દેશ કાળ : તે તે કાર્ય અમુક-અમુક દેશમાં અને અમુક-અમુક કાળમાં ઉત્પન્ન થાય છે, માટે તે તે દેશ અને તે તે કાલ પણ કારણભૂત બને છે. દા. ત. કુંભારના વાડામાંજ ઘડે બને છે, બહારમાં નથી બનતે. માટે એ ઘટકાર્યમાં “એ દેશ” કારણ બન્યો.એમ ઠંડા ઘડા શિયાળામાં જ બને છે ;માટે એવા ઘડામાં “હેમંત શિશિરકાળ” કારણ બને છે.