________________
સરરૂપયોગ્ય કારણ ]
૧૫૫ જ્ઞાન નથી થતું. માટે કહો કે કારણ(વસ્તુ)માં કાર્યાનુકૂલ શક્તિ એ સ્વરૂપ યોગ્યતા છે, દંડમાં ઘટાનુકૂલશક્તિ એ દંડમાં ઘટના સ્વરૂપ યોગ્યતા કહેવાય. માટે તો વધ્યા સ્ત્રીમાં સ્ત્રીત્વ હોવા છતાં પુત્રજનનની સ્વરૂપગ્યતા નથી, અર્થાત્ પુત્રજનનાનુકૂલ શક્તિ નથી, માટે એને પુત્ર નથી થતું. ત્યારે પુત્રજનનશક્તિવાળી હોય, પણ જે કઈ વિદ્યા–મંત્રાદિથી એ શક્તિનો નાશ યા નિરોધ થઈ જાય તો ય એને પુત્ર નથી થતો. ત્યાં કારણતાવ છેદકનો નાશ નથી થયે. છતાં પુત્રજનન–શક્તિને નષ્ટ થઈ જ છે.
અગ્નિમાં શું છે ? દાહની સ્વરૂપ યોગ્યતા છે. પરંતુ અગ્નિમાં એ સ્વરૂપગ્યતા એટલે માત્ર અગ્નિત્વ નહિ, કિન્તુ દોહાનુકૂળ શક્તિ, એ સ્વરૂપ ગ્યતા. હવે જો ત્યાં ચંદ્રકાન્ત મણિ લાવવામાં આવે ત્યાં કોઈ તેવો મંત્ર-પ્રગ કરવામાં આવે, તે એ શક્તિનો નાશ થઈ જાય છે. તેથી એ વખતે એનામાં કારણુણાવચ્છેદક અગ્નિત્વ હોવા છતાં દાહની સ્વરૂપયોગ્યતા નહિ રહેવાથી દાહ નથી થતું. એ મણિ-મંત્રાદિ કાંઈ અગ્નિવનો નાશ નથી કરતા; કિન્તુ અગ્નિમાં રહેલી દાહાનુકૂળ શક્તિનો નાશ કરે છે. એ જે શક્તિ” નામનો પદાર્થ માનો તે જ ઘટી શકે. એને શક્તિ કહો, કે સ્વભાવ કહો, એક જ વસ્તુ છે. જિનદર્શન એટલ: જ માટે વસ્તુમાં તેવા તેવા કાર્યજનક સ્વભાવને માને છે.