________________
શ્રી શાહપુરી જૈન સંઘના ટ્રસ્ટીઓને કાને આ વાત પહોંચતા વાર લાગી નહીં. તરત જ તેઓએ ભેગા થઈને આ ઉત્તમ ગ્રન્થ શાહૂપુરી જૈનસંઘના જ્ઞાનખાતામાંથી મુદ્રિત કરાવવા માટે ભારપૂર્વક વિનંતી કરી. શરૂઆતમાં તે પૂજ્યશ્રીએ તેના પર ખાસ ધ્યાન આપ્યું નહિ, પણ વારંવાર ટ્રસ્ટીઓની વિનંતી પછી પુ. ગુરુદેવે તે માટે સંમતિ આપી. પ્રકાશન-વ્યવસ્થા દિવ્યદર્શન દ્રસ્ટે સંભાળી લીધી. આ બધાના શુભ પ્રયત્ન આજે આ ઉત્તમ ગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે તે ઘણું આનંદની વાત છે. - જે કે એક વાતની સ્પષ્ટતા જરૂરી છે કે તીક્ષણ
બુદ્ધિવાળા વિદ્યાર્થી જા આ ગ્રન્થ વાંચીને પણ આગળ વધી શકે છે –છતાં પણું ન્યાયને વિષય જ એવો છે કે સ્વયં અભ્યાસ કરવાને બદલે ગુરુગમથી અભ્યાસ કરવામાં જ વધુ લાભ છે. કેટલાક ન્યાય ભણ્યા પછી પણ બીજાને
ભણાવવાનું આવે ત્યારે ઘણી મુંઝવણ અનુભવતા - Rય છે. તેવાઓને માટે આ ન્યાયભૂમિકા એક સુંદર . આશ્વાસનરૂપ બની રહેશે. કારણ કે નવ્ય ન્યાયમાં વારંવાર વપરાતા વિષયતા, પ્રતિયોગિતા, પ્રકારતા, વિશેષતા,
સગતા, અવછેદક, નિરૂપક, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અન્યથાસિદ્ધ, સનિકર્ષ, લક્ષણ, જ્ઞાન, ભ્રમ, હેતુ, સાધ્ય, પરામર્શ...વગેરે અનેકાનેક શબ્દોના પારિભાષિક અર્થનું એટલું સ્પષ્ટ અને સુંદર વિવેચન આ ગ્રંથમાં પૂજ્યશ્રીએ ૨જુ કર્યું છે, કે જે અન્યત્ર લગભગ પ્રાપ્ત થવું અશકય