________________
પંડિતજી પાસે કરતા હતા ત્યારે પંડિતજી તો વર્ષમાં વેકેશનના મહિના-બે મહિના ભણાવવા આવે, તે તેને - વધુ ને વધુને લાભ ઉઠાવવા માટે, અધ્યયનમાં વધુ સમય ફાળવવા માટે પૂનામાં તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા, અને પારણું પણ જલદીથી પતાવી દઈને ઊભા થઈ જતા અને પિતાના પૂ. ગુરુદેવશ્રીને ભક્તિ-સેવાના કાર્યો પતી જાય એટલે તરત જ અધ્યયનમાં ગુંથાઈ જતા. લગભગ દરેક વર્ષે કેઈ ને કઈ તરફથી પૂજ્યશ્રીને વિનંતી આવતી કે પેલુ ન્યાયભૂમિકાનું મેટર બરાબર તપાસી આપો તો મુદ્રિત કરાવીએ. છેવટે વિ. સં. ૨૦૪૩ ના કોલ્હાપુરના ચોમાસામાં લગભગ ચાલીસ વર્ષે એ બધાનું સૌભાગ્ય જાગ્યું. એમની વિનંતીએ સફળતાને વરવા માંડી પૂ. ગુરુદેવશ્રીએ અનેક શિને નવેસરથી ન્યાયભૂમિકાની વાચનાઓ આપવાનું ચાલુ કર્યું. સાથે સાથે ૫. જગચંદ્રવિ.મ. ના પ્રશિષ્ય મુનિશ્રી હીરચન્દ્ર વિ. ને અલગ સમય ફાળવીને પ્રેસમેટર લખાવવા માંડયું. લખાવતી વખતે પણ પૂ. ગુરુદેવશ્રી તેને વારંવાર પૂછતા “સમજાય છે કે નહિ? જો એ ના પાડે કે “ના બરાબર નથી સમજાતું', તો પૂ. ગુરુદેવશ્રી તે વાતને વધુ ફેડ પાડીને સ્પષ્ટ કરીને સમજાવતા, અને પછી તે લખાવતા. આ રીતે આ ચોમાસામાં વર્ષોથી બાકી રહેતું કામ પૂરું થયું. આ ન્યાયભૂમિકાની વાચનામાં કેટલાક શ્રાવકે પણ બેસતા હતા. તેઓએ સંઘમાં અનેકને વાત કરી કે પૂ. ગુરુદેવ કેટલું સરસ તત્વ સમજાવે છે!