________________
૧૨
કર્યો (જેમાં મારું પણ સૌભાગ્ય છે.) આ ન્યાય ભૂમિકાને ચમત્કાર એવો હતો કે એ કર્યા પછી તર્કસંગ્રહના અભ્યાસની પ્રાયઃ જરૂર રહેતી ન હતી. સીધો જ મુક્તાવલિગ્રન્થ ભણી. શકાતે હતે. પ્રખર મેધાવી કુશાગ્રબુદ્ધિ પૂ. ગુરુદેવશ્રીએ આ ભૂમિકાનું આલેખન એટલી સરળ રીતે કર્યું હતું કે પછીના ન્યાયગ્રન્થના અધ્યયનમાં લગભગ કેઈને કંટાળો. આવતે નહી. અન્ય સમુદાયના મુનિઓને આની જાણ થતાં તેઓ પણ તેમની પાસે ન્યાયને અભ્યાસ કરવા . આવતા હતા, અથવા તો તેમણે લખાવેલી નોટનું આલમ્બન લેતા હતા. તેમાંથી ઘણાની એવી માંગણી હતી. કે આપ રજા આપો તે અમે આ ગ્રન્થને (નેટને) મુદ્રિત કરાવી દઈએ, જેથી અનેકોને તેનો લાભ મળે ! પણ પૂ. ગુરુદેવશ્રી કહેતા કે ભાઈ છપાવવું હોય તે તે. પહેલાં તેનું બારિકાઇથી અવલોકન અને જરૂર હોય ત્યાં સુધારા-વધારા બધું કરવું પડે. એમાં કયાંય ક્ષતિ રહી. જાય તે ન ચાલે. (કેવી પૂજ્યશ્રીની ચીવટ !) . પૂ. ગુરુદેવશ્રીને મોટા ભાગને સમય શાસ્ત્રાનુસારી. સંઘહિત-સાધક અનેક નાની-મોટી પ્રવૃત્તિઓમાં જ લગભગ પસાર થાય છે. રાત્રે અ૫નિદ્રા માટે તેઓ શ્રીસંઘમાં સુપ્રસિદ્ધ છે. દિક્ષાના પ્રારંભથી જ તેઓશ્રીનું જીવન અત્યંત અપ્રમત્ત રહેતું આવ્યું છે. તેમજ એક મુદ્રાલેખ બનાવ્યો છે કે શાસ્ત્રીય પ્રવૃત્તિઓમાં જેમ બને તેમ વધુ ને વધુ સમય ગાળવે. અરે! જ્યારે પિતે ન્યાયનું અધ્યયન.