________________
૧૪૮
ન્યાય ભૂમિકા અર્થ એ, કે પ્રાગભાવ કાર્યાધિકરણમાં પૂર્વકાળના ભાગમાં છે, ઉત્પત્તિકાળના ભાગમાં નથી. એથી એને કાલિકઅવ્યયવૃત્તિ કહેવાય..એમ કપિલંગ વૃક્ષ પર અમુક કાલે હોય, ને અમુક કાલે ન હોય, તેથી એ કાલિક અવ્યાપ્યવૃત્તિ કહેવાય.
એવી રીતે સૂર્ય પૂર્વ દિશામાં પ્રભાતકાલે હોય છે અને સાયંકાલે નથી હોતે, તે આમાં પૂર્વ દિશામાં પ્રભાતકાલાવચ્છેદન સૂર્ય છે, અને સાયંકાલાવરછેદન સૂર્ય નથી; એટલે સૂર્ય તે દિશામાં કાલિક અવ્યાવ્યવૃત્તિ બન્યા.
આમાં એવું બને કે કાળમાં રહેલ પદાર્થ એ દૈશિક અવ્યાપ્યવૃત્તિ હોય, અને દેશમાં રહેલ પદાર્થ કાલિક અવ્યાખવૃત્તિ હોય. દા.ત. એજ શાખામાં પૂર્વકાલે કપિ સંયોગ નહોતે, ને વર્તમાન કાલે છે. તે ત્યાં શાખામાં કપિ-સંયોગ છે એ કાલિક–અવ્યાપ્યવૃત્તિ બન્યો. એમ કપિસંયોગ વર્તમાનકાલે વૃક્ષ પર છે પણ ભૂતલ પર નથી, એટલે વર્તમાનકાલ, ભૂતલાવરચ્છેદન કપિ–સંગ નથી, અને વૃક્ષાવચછેદન કપિ–સંયોગ છે. આમાં કાલઅધિકરણમાં કપિ–સંયોગની દૈશિક–અવ્યાપ્યવૃત્તિ થઈ. પૂર્વકાલમાં શાખા(દેશ-અધિકરણ)માં કપિ-સંગ પૂર્વકાલાવછેદન નહોતે, વર્તમાન કાલાવછેદેન છે. એ કપિસંગની કાલિક–અવ્યાપ્યવૃત્તિ થઈ. એટલે દેશમાં પદાર્થ કાલિક–અવ્યાખવૃત્તિ બને. એમ
કાલમાં પદાર્થ દેશિક અવ્યાખવૃત્તિ બને.