________________
૧૪૭
વ્યાય-અવ્યાખ્યવૃત્તિ ] અર્થાત્ વૃક્ષમાં કપિલંગ શાખાના ભાગમાં છે, પણ મૂળના ભાગમાં નથી. તેથી વૃક્ષે મૂવન પિથોરામાવઃ કહેવાય. - ન્યાયમતે આત્મા વિભુ છે (યાને સર્વત્ર વ્યાપીને રહેલો છે. પરંતુ એમાં જ્ઞાનસુખ શરીરાવજીંદેન હોય છે, બાહ્યાવચ્છેદન જ્ઞાન–સુખ નથી લેતા. એટલે જ્ઞાનસુખ એ અવ્યાખવૃત્તિ કહેવાય. વિભુ આત્મામાં શરીરાવરછેદન દંડપ્રહાર થાય તે આત્માને દુઃખ થાય છે, પરંતુ બાહ્યાવચ્છેદને દંડપ્રહાર થાય તો આત્માને દુઃખ નથી થતું. આમ દુઃખ અવ્યાપ્યવૃત્તિ પદાર્થ બન્યો. અલબત, સુખ-દુઃખ આત્માના જ ગુણે છે, પણ એ સુખ-દુઃખનો અનુભવ શરીરજેટલા જ ભાગમાં થાય છે. વળી શરીરમાં પીડાને અનુભવ પણ કેટલીકવાર શરીરના અમુક ભાગમાં જ થાય છે, બીજા ભાગમાં નહિ. જેમકે માથામાં પીડા થતી હોય ત્યારે પગમાં પીડા નથી ય થતી. ત્યાં શરીરમાં મસ્તકાવ છેદેન દુ:ખ છે, પણ પાદાવન દુઃખ નથી. આમ જ્ઞાન, સુખ, દુઃખ વગેરે અવ્યાપ્યવૃત્તિ પદાર્થો છે. ' . (૨) એવી રીતે કાલિવૃત્તિમાં “આકાશ એ પૂર્વકાલે પણ હતું, ને આજે પણ છે, એટલે એ કાલિક વ્યાખ્યવૃત્તિ કહેવાય; કેમકે એ સમગ્ર કાલને વ્યાપીને રહે છે. ત્યારે “પ્રાગભાવ કારણ એ કાર્યના પ્રાકૃક્ષણે હાજર હેય છે પણ કાર્યકાળમાં હાજર નથી હોતું. એથી એને