________________
૧૪૨
ન્યાય ભૂમિકા અસમવાયી કારણનું લક્ષણ એમાં આ રીતે ઘટે છે, “કાર્યના સમવાયિકારણમાં જે સમવેત (= રમવાયતંઘન વૃત્તિ) હોય અને કાર્ય પ્રત્યે કારણ હોય તે અસમવાયી કારણ કહેવાય. અહીં કાર્ય ઈચ્છા છે, એ ઈચ્છાના સમવાયિકારણ આત્મામાં જ્ઞાન સમવેત છે. તેમજ ઈચ્છાની પ્રત્યે જ્ઞાન એ કારણ પણ છે, કેમકે જીવને, વસ્તુનું જ્ઞાન થયા વિના, એમને એમ ઈચ્છા પ્રગટતી નથી. આમ છતાં જ્ઞાનને ઈચ્છાનું અસામાયિકારણ માન્યું નથી. એનું કારણ એ છે કે આત્માના બધા વિશેષગુણે પ્રત્યે લાઘવથી આત્મ-મનઃસંગને જ અસમવાકય કારણ માનેલું છે. એટલે આત્મવિશેષગુણોના અસમાયિકારણના લક્ષશુમાં “જ્ઞાનામિ નર્વ” ઉમેરી દેવાથી જ્ઞાનાદિમાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થાય. તેથી હવે લક્ષણ આવું થાય"समवायिकारणे संबद्धत्वे सति ज्ञानादिभिन्नत्वे सति कारणत्व असमवायिकारणत्वम् ।"
(૨) એવી રીતે પટમાં તુરતંતુ–સયાગ એસમાયિ કારણ બનવા જાય, કેમકે એ પટના સમવાયિકારણ તંતુમાં સમેત તે છે જ, તેમજ પટ પ્રત્યે એ કારણ પણ છે, પરંતુ એને અસમવાયી કારણ માન્યું નથી, કેમકે
દ્રવ્ય માત્રની પ્રત્યે કેવળ અવયવ-સંયોગને જ લાઘવથી સમવાયીકારણે માને છે.