________________
વ્યાય-વ્યાપક]
૧૩૩ ~~ ~~~~~~~ ~~~ ~~~~~~ ~ ~ ~ ~ ~
(૧) “વ્યા એટલે વ્યાપકને છોડીને નહિ રહેનારે.
(૨) વ્યાપક એટલે વ્યાયના અધિકરણમાં અવશ્ય રહેનારે.
પ્રસ્તુતમાં (૧) ધૂમ આ રીતે વ્યાપ્ય છે, કેમકે ધૂમ એ વ્યાપક “અગ્નિને છોડીને નહિ રહેનાર છે. તેમજ (૨) કારણ અગ્નિ એ વ્યાપક છે, કેમકે એ વ્યાપ્ય “ધૂમના અધિકારણમાં અવશ્ય રહેનાર છે.
આ ઉપરાંત જ્યાં કાર્ય-કારણભાવ ન પણ હોય ત્યાં પણ વ્યાપ્ય-વ્યાપકભાવ બની શકે અને ત્યાં અવય-વ્યતિરકે જેવા પડે. દા. ત. રૂપ અને રસ એ એમાં રૂ૫ વ્યાપક છે, અને રસ વ્યાપ્ય છે; કેમકે રૂપ એ પૃથ્વી-જલ–તેજમાં છે, ત્યારે રસ એ પૃથ્વી અને જલમાં જ છે. એટલે એના અવય-વ્યતિરેક આ રીતે વિચારી શકાય,
(૧) જ્યાં જ્યાં રસ છે ત્યાં ત્યાં. રૂપ અવશ્ય છે–આ અન્વય થયે.
" (૨) જ્યાં જ્યાં રૂપ નથી ત્યાં ત્યાં રસ નથી જઆ વ્યતિરેક થયે.
(જયાં જ્યાં રસ નથી ત્યાં ત્યાં રૂપ નથી. એ વ્યતિરેક અહીં નથી. દા. ત. અગ્નિમાં. તેથી કાર્ય-કારણભાવ સ્થળે જેવા અન્વય-વ્યતિરેક હોય છે તેના કરતાં અહીં આટલા અંશે જુદા છે).