________________
૧૩૪
ન્યાય ભૂમિકા સમવાયી-અસમવાયી કારણ ન્યાય વૈશેષિકવાળા ઉપાદાનકારણના બદલે “સમવાયી કારણ શબ્દને વધારે પ્રયોગ કરે છે.
અલબતું, જેટલા સમવાયી કારણ, તેને ઉપાદાન કારણ કહી શકાય; કિન્તુ જે જે ઉપાદાનકારણ, તેને તેને સમવાયી કારણ ન કહી શકાય... આનું કારણ સ્પષ્ટ છે કે “કાય જેમાં સમવાય સંબંધથી રહેવા તરીકે ઉપન્ન થાય તેને સમવાયી કારણ” કહેવાય છે. દા. ત. પટ તંતુમાં સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે અને તંતુમાં જ સમવાય સંબંધથી રહેનારે છે, માટે તંતુ એ સમવાયી કારણ છે. એથી તંતુને પટનું ઉપાદાનકારણ પણ કહી શકાય; કેમકે પટ હંમેશા તનૂન પાલીચ અર્થાત્ તંતુને વળગીને રહેનાર છે. '
આમ, સમવાયીકારણ એ ઉપાદાનકારણ અવશ્ય છે, પરંતુ બધા ઉપાદાનકારણ સમવાયી કારણ નથી હોતા. દા. ત. કાર્પાસમાંથી અંશુ(પુમ) બને, અંશુમાંથી તંતુ બને, અને તંતુમાંથી પટ બને. અહીં કાર્પણ-અંશુ એ પણ પરંપરાએ પટના ઉપાદાનકારણ છે, પરંતુ સમવાયી કારણ નથી, કેમકે પટ સીધે (સાક્ષાત) એમાં સમવાય સંબંધથી નથી રહેતું. પટ તો સાક્ષાત્ સમવાય સંબંધથી તંતુમાં જ રહે છે; માટે પટ એ તંતુમાં સમાવેત ગણાય (સત=સમવાય સંવર્ધન વૃત્તિ) પરંતુ કાર્પસમાં કે અંશુમાં સમવેત ન ગણાય. •