________________
૧૩૨
ન્યાય ભૂમિકા
વ્યાપ્યને અને વ્યાપકને કા -કારણુ તરીકે ચા વ્યાપ્ય-વ્યાપક તરીકે નિશ્ચિત કરવા હાય, ત્યારે અન્વય-વ્યતિરેક જોવાની જરૂર પડે છે. ( હેતુ અને સાધ્યના અન્વય-વ્યતિરેક કંઇક જુદા છે તે ખાસ ખ્યાલમાં રાખવુ..)
(૧) ‘અન્વય’એટલે સદ્ભાવ, સત્તા (અસ્તિત્વ) સંબધ, અને
(૨) વ્યતિરેક એટલે અભાવ, નાસ્તિત્વ, અસ બધ. દા. ત. ધૂમ—અગ્નિના કાર્ય-કારણભાવ નક્કી ક૨વા હાય, તા એ જેવાતું કે “જયાં જયાં અન્ય સકલ કારણેા સાથે અગ્નિ છે, ત્યાં ત્યાં ધૂમ કાર્ય હાજર છે ને? અર્થાત્ ધૂમના અધિકરણમાં જેમ ધૂમના સંબંધ છે તેમ અગ્નિના સબંધ છે ને? હા, તા આ ધૂમ અગ્નિને ‘અન્વય' કહેવાય. એમ, જ્યાં અગ્નિના સબંધ નથી, ત્યાં અવશ્ય ધૂમના સંબંધ નથી ને ? એટલે કે “જ્યાં જયાં અગ્નિના અભાવ છે, ત્યાં ત્યાં ધૂમને અભાવ છે ને ?”” હા, તેા એનું નામ વ્યતિરેક છે....આ અન્વય-વ્યતિરેક ધૂમ—અગ્નિમાં મળે છે; માટે ત્યાં કાર્ય-કારણભાવ નક્કી થાય છે કે ‘અગ્નિ એ કારણુ અને ધૂમ એ કાય છે.’
.
વ્યાખ્ય–વ્યાપક
આમ વ્યાપ્ય—બ્યાપકભાવ માટે પણ અન્વય-વ્યતિરેક જોવા પડે. અલબત્ જે કાર્ય-કારણ હાય, એમાં કાય વ્યાપ્ય છે અને કારણ વ્યાપક છે.