________________
૧ર૮
ન્યાય ભૂમિકા માટીમય રહીને જ ઉત્પન્ન થાય છે; એમ વસ્ત્ર બન્યું એ તતુને વળગીને જ રહે છે. તંતુ જે જે સળગ. ગયા, તે વસ્ત્ર ગયું. માટે માટી-તંતુ...વગેરે ઉપાદાન કારણ કહેવાય. “વન સાકાર # તિષ્ઠતિ તત સત્તાનમ્ " અવયવથી અવયવી બને છે તે અવયવ એ ઉપાદાન કારણ કહેવાય.
' જેમ કયરૂપ કાર્યને ઉપાદાન કારણ હય, તેમ ગુણ કે કર્મરૂપ કાર્યને પણ ઉપાદાન કારણ હોય. દા. ત. લાલ તંતુમાંથી લાલ વસ્ત્ર બન્યું. ત્યાં વસ્ત્રની લાલાશ એ પણ કાર્ય થયું. એ ગુણસ્વરૂપ કાર્ય છે, અહીં તંતુના લાલાશ ગુણનું ઉપાદાન કારણ તંતુ કહેવાય. એમ આત્મામાં જ્ઞાનાદિ ઉત્પન્ન થાય એ ગુણરૂપ કાર્ય છે, માટે જ્ઞાનાદિ કાર્યનું ઉપાદાન કારણ આત્મા કહેવાય, કેમકે જ્ઞાનાદિ આત્માને વળગીને જ રહે છે. ઉપાદાન સિવાયના જેટલા કારણે એ બધાં નિમિત્તે કારણે કહેવાય - અહીં એટલું ધ્યાનમાં રહે કે ઉપાદાન કારણ એ દળ છે. માટે એનું અસ્તિત્વ હોય ત્યાં સુધી જ કાર્યનું અસ્તિત્વ રહે, દા.ત. વસ્ત્રના તંતુ બળી ગયા તે વસ્ત્ર પણ ખતમ.
નિમિત્ત કારણમાં એ એકાન્ત નથી કે નિમિત. કારણું ચાલ્યું જાય તે કાર્ય પણ ચાલ્યું જાય. દા. ત. ઘડો બન્યા પછી દંડ, ચક્ર, કુલાલ, વગેરે નિમિત્તે કારણે ચાલ્યા જાય અર્થાત્ નષ્ટ થઈ જાય, તે પણ ઘડે તે ઉભે જ રહે છે. જ્યારે ઉપાદાન કારણ માટે તે કાર્ય