________________
ઉપાદાનકારણ ]
૧૨૭ કાર્ય એટલે “ઉત્પઘમાન યાને ઉત્પન્ન થાય તે, એવા કાર્ય બે જાતના હોય.
(૧) ભાવાત્મક, અને (૨) અભાવાત્મક દા. ત. (૧) ઘટ, પટ, ધૂમ એ ભાવાત્મક કાર્ય છે.
(૨) દવંસ, નાશ એ અભાવાત્મક કાર્ય છે. ભાવાત્મક કાર્ય ત્રણ જાતના :
(i) દ્રવ્ય કાર્ય, (ii) ગુણ કાર્યને (iii) કિયા કાર્ય.
શું ગુણ પણ કાર્ય કહેવાય? હા, કાર્ય એટલા માટે કહેવાય કે એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. ચત્ત ઉપચતે (નાતે) તત્ત્વ ાર્થ (ચં)-જે ઉત્પન્ન થાય તે કાર્ય કહેવાય.
આ ભાવાત્મક કાર્ય માટે બે કારણ જરૂરી,
(૧) ઉપાદાન કારણ, (૨) નિમિત્ત કારણ. ‘ઉપાદાન કારણું :
ભાવાત્મક કાર્ય માટે મુખ્ય પણે કોઈ દળ જોઈએ, જેમ કે ઘડા માટે માટી, રોટલી માટે લોટ, ગુણ-ક્રિયા માટે દ્રવ્ય. એ દળ કહેવાય. એને દર્શનની ભાષામાં ઉપાદાન કહેવાય. એટલે આ આવ્યું કે ભાવાત્મક કાર્યમાં મુખ્ય કારણ ઉપાદાન કારણ છે, ને સહકારી કારણ એ નિમિત્ત કારણ છે. ઉપાદાન એટલે જેને લઈને અર્થાત્ જેને વળગીને જ કાર્ય ઉત્પન્ન થાય છે, એવા કારણને ઉપાદાન કારણ કહેવાય. દા. ત. માટીને ઘડે અન્યો ત્યાં ઘટે માટીને વળગીને રહે છે. અર્થાત્ ઘડો