________________
૧૨૬
ન્યાય ભૂમિકા વિદનવંસ ઉત્પન્ન થવા દ્વારા સમાપ્તિ થાય છે. ત્યાં મંગલ એ કારણ છે. મંગલથી ઉત્પન્ન વિદનદવસ એ વ્યાપાર છે, (વચલું કારણ છે) અને તે વિદન ધ્વસ સમાપ્તિરૂપ કાર્યની અવ્યવહિત પૂર્વવતી બને છે. આમ મંગલ સ્વજન્યવિનર્વસ દ્વારા કાર્યાવ્યવહિત પૂર્વવતી યાને કાર્યોત્પત્તિ સાથે સંબદ્ધ કહેવાય; એમ (ii) દંડ સ્વજન્યભૂમિ દ્વારા કાર્યને અધિકરણ ચાકડા પર સંબંદ્ધ છે, તેથી એ રીતે એ ઘટની અવ્યવહિત પૂર્વવતી કહેવાય. એમ (ii) દાન એ સ્વજન્ય અદષ્ટ (=પુણ્ય) દ્વારા વર્ગની અવ્યવહિત પૂર્વવત અર્થાત્ વર્ગોત્પત્તિ સાથે સંબદ્ધ બને છે. '
કઈ પણ ઉત્પન્ન થનાર વસ્તુને કાર્ય કહેવાય અને તેના ઉત્પાદકને અર્થાત્ ઉત્પત્તિમાં જરૂરી (અપેક્ષિત) વસ્તુને કારણ કહેવાય. દા. ત. માટીથી ઘડે બને તેં આમાં ઘડે એ ઉત્પન્ન થનારી વસ્તુ છે, માટે એ કાર્ય છે. અને માટી ઘટકાર્યની ઉપાદક છે, માટે એ કારણ છે. ઉત્પાદક એટલે ઉત્પત્તિમાં કારણભૂત. એમાં કારણભૂત તરીકે જેમ માટી છે, તેમ દંડ–ચક–ચવર-કુલાલાદિ
પણ છે.
કાર્યને જન્ય પણ કહેવાય, અને કારણને જનક પણ કહેવાય. કાર્ય થવા માટે જેટલા કારણે હાજર જોઈએ તે બધા કારણના સમૂહને “સામગ્રી” કહેવાય. એમાં જે એક પણ કારણ ખૂટે તે સામગ્રી ન બને. “સમસ્ય भावः सामग्रचं, सामग्री।'