________________
કારણનું લક્ષણ ]
૧૨૫ : નિત્ય હોવાથી જગતમાં સર્વત્ર અને સદા હાજર હોય એટલું જ.
પ્રવે- કારણના લક્ષણમાં કાર્યાવ્યવહિત પૂર્વવતી હોય તે કારણ” એમ કહે છે, પણ કેટલાક કારણે વ્યવહિત પૂર્વવતી હોય છે. એટલે એનામાં કારણનું લક્ષણ કેવી રીતે ઘટશે? દા. ત. (i) ગ્રન્થ-સમાપ્તિમાં મંગલ કારણ છે, પરંતુ મંગલ તે ક્યારેય કર્યું હોય, ને સમાપ્તિ તે કેટલાક કાળ પછી થાય છે. એમ (ii) દંડ ચાકડાને હલાવીને ખસી જાય છે, અને ઘડે તે તે પછી ઘુમતા ચાકડા પર મૃત્-પિંડથી સ્થાસ-કેશ-કુથલા વગેરે વચલા-વચલા આકારો બન્યા પછી બને છે. એટલે ઉત્પત્તિની અવ્યવહિત ક્ષણ પૂર્વે દંડ હાજર નથી. એમ (ii) જે દાનથી સ્વર્ગ મળે છે, તે દાન તે જીવનમાં
ક્યારે ય કર્યું હતું, ને ત્યાં દાન-ક્રિયા પૂરી થઈ ગયા પછી સ્વર્ગ મૃત્યુ બાદ મળે છે, તે દાન સ્વર્ગની અવ્યવહિત પૂર્વવત ન બન્યું. સારાંશ; મંગળ, દંડ, દાન આ બધામાં અવ્યવહિત (વ્યવધાનવિના) પૂર્વવર્તિતા. નથી. તેથી કારણનું લક્ષણ એમાં નહિ આવે એનું શું?
"ઉ–આવા સંયોગોમાં કારણને કેઈ વ્યાપાર (યાને વચલા કારણુ) દ્વારા કાર્યોત્પત્તિ સુધી પહોંચવું પડે છે, અને તે વ્યાપાર પણ એ કારણથી જ ઉત્પન્ન થાય છે. એમ કારણને, પોતાનાથી ઉત્પન્ન વ્યાપાર દ્વારા, અવ્યવહિત પૂર્વવતી માનવામાં આવે છે. દા. ત. (i) મંગલથી