________________
૧૨૪
ન્યાય ભૂમિકા અને કાર્યોપત્તિ માટે એને શોધવા જવું પડતું હોય. માટે એને અન્યથાસિદ્ધ કહેવાય. ખરેખરો કારણની આ ખૂબી છે કે એના વિલંબે કાર્યમાં વિલંબ થાય. બાકી -સદા હાજર રહે એટલા માત્રથી કારણ ન બને. - ' એમ તે આકાશ વગેરે હંમેશાં કોઈ પણ કાર્યની
પૂર્વવતિ તરીકે મળે જ છે, છતાં એ બધાં કાર્યમાં થોડાં જ કારણ કહેવાય છે? કેમ કારણ નથી કહેવાતાં ? તો કે “એ આકાશ વગેરેને હાજર થવામાં વિલંબ થયો માટે કાર્ય થવામાં વિલંબ થયો, એવું હોતું નથી, ને કહેવાતું પણ નથી. - પ્રવ– તો પછી કાર્ય પ્રત્યે ૮ સાધારણ કારણોમાં ગણેલા કાલ અને દિશાને પણ કારણ કેમ કહેવાશે? કેમકે એના વિલંબથી કાર્યમાં વિલંબ નથી દેખાતે. એટલે એને પણ અન્યથાસિદ્ધ કહેવાં પડશે!
: ઉ૦–ના, કેમકે ઘટ માટે કાળ-દિશા અવશ્યફલપ્ત છે, કેમકે તત્ તત્ દેશ, તત્ તત્ કાળ અપેક્ષિત છે. માટે તો જુદા-જુદા દેશના, ને જુદા-જુદા કાળના ઘડાનો તે તેવો વ્યવહાર થાય છે, તેવી તેવી કિંમત અંકાય છે. પરંતુ આકાશનું એવું નથી. કેમકે ન્યાયમતે આકાશ શી - ચીજ છે ? તો કે આકાશ તે શબ્દાય માત્ર છે, તેથી એને શબ્દની સાથે લેણદેણ હેય, કિન્તુ ઘટ બનવા સાથે એને કઈ લેણદેણ નથી. આકાશ એ વિભુ, વ્યાપક, અને