________________
કાર્યકારણ ભાવ ]
૧૨૧ -cause” એને અર્થ. જ્યાં જ્યાં કાર્ય થયું હોય ત્યાં ત્યાં કારણ અવશ્ય હાજર હોવું જોઈએ.
આ કાર્ય–કારણભાવના નિયમ ઉપર સંસાર અનાદિ સાબિત થાય છે; કેમકે વર્તમાન શરીર પૂર્વના કર્મ અનુસાર બન્યું; એ કર્મો શરીરથી જ ઉત્પન્ન કરેલાં, એ પૂર્વેનું શરીર એની પૂર્વેનાં કર્મથી બનેલું એ કમ પૂર્વના શરીરથી બનેલાં, એ શરીર એની પૂર્વના કર્મથી ...એમ પૂર્વ પૂર્વ કારણ શોધો તે કાર્ય–કારણની પરંપરા અનાદિ સિદ્ધ થાય છે, માટે જ સંસાર અનાદિને છે.
હવે જે કઈ એ આગ્રહ રાખે કે “ભાઈ! સંસાર કયારેક તે શરૂ થયો હતો જોઈએ ને ?” તે એને એ આગ્રહ બેટે છે, કેમકે સંસાર જે અનાદિ નથી, ક્યારેક શરૂ થયો એમ માનવું છે, તે સંસારની જ્યાં શરૂઆત માને ત્યાં પ્રારંભિક સંસારકાર્યો કારણ વિના જ બની ગયાં એમ માનવું પડે ! કાર્ય-કારણભાવના વિશ્વવ્યાપી સનાતન નિયમને અનુસાર આમ માનવું ખોટું છે કેકારણ વિના કાર્ય થાય. માટે કાર્ય–કારણની પરંપરા અનાદિથી ચાલી આવે છે એ સિદ્ધ થાય છે. - અહીં કારણના લક્ષણમાં “અવશ્ય-પૂર્વવતિ કહેવાથી કયારેક ઘડા માટે માટી લાવવા ગધેડાની જરૂર પડી, છતાં વડા પ્રત્યે ગધેડે કારણ ન કહેવાય.
પ્ર-ભલે, બધા ઘડામાં અર્થાત્ ઘટમાત્રની પ્રત્યે