________________
૧૦૪
ન્યાય ભૂમિકા “અંગુલિયને સોગ છે, તેમાં પ્રથમ અંગુલિને દ્વિતીય અંગુલિ સાથે સંગ છે એમ કહીએ ત્યારે દ્વિતીયાં. ગુલ્યનુગિક પ્રથમ-અંગુલિપ્રતિયોગિક સંયોગ કહેવાય.' પણ જ્યારે એમ કહીએ પ્રથમ અંગુલિની સાથે દ્વિતીય અંગુલિનો સગ છે ત્યારે પ્રથમાંગલ્યનુગિક દ્વિતીયગુલિપ્રતિગિક સંગ કહેવાય. તાત્પર્ય, એ ઉભયાન ગિક ઉભયપ્રતિયોગિક સંગ છે. આવો સંયોગ “વૃત્તિઅનિયામક (વૃત્યનિયામક) સંગ કહેવાય.
પ્ર–ગદર-ફંડ જેવામાં સંગ ફૂડ-પ્રતિયોગિક કેમ નહિ? . | ઉ-આધાર અને આધેય વચ્ચે જે સંયોગ હોય છે તે આધારમાં આધેયને રહેવા માટે સંગ છે. માટે એ આધેય જે બદર, તપ્રતિગિંક સંગ કહેવાય, પણ ફૂડપ્રતિયોગિક ન કહેવાય. એનું કારણ એ છે કે આધાર તે આધેય આવવા પૂર્વે પણ અહીં હયાત છે જ; હવે ત્યાં આધેય આવે છે ત્યારે સંગ ઉભો થાય છે. માટે એ સંયોગ આધેયતા–નિયામક સંગ કહેવાય. સંયોગસંબંધ વચમાં આવવાથી જ એક આધાર અને બીજે આધેય બને છે, અર્થાત્ બે વચ્ચે આધાર-આધેયભાવ બને છે. એમાં જે આવ્યા તે આધેય; ને જે હતું તે આધાર.
“ઘટે જલ' એમ ઘટમાં આધારતા અને જલમાં આધેયતા સંયોગને લઈને જ થાય છે. માટે ઘટ-જલમાં રહેલ આધાર-આધેયભાવને નિયામક સંયોગ” કહેવાય.