________________
પ્રતિયોગી–અનુયોગી પૂર્વે સસંબંધિક પદાર્થને સંબંધી બે જાતના કહ્યા, (૧) વિષય અને (૨) પ્રતિયેગી. એમાં વિષયની વાત કરી. હવે પ્રતિયોગીની વિચારણા કરીએ, – જ્ઞાન ઈચ્છા વગેરે પાંચ સિવાયના સસંબંધિક પદાર્થ દા. ત.. સંગ, અભાવ, વગેરેના સંબંધીને પ્રતિવેગી કહેવાય છે. એમ તે એનું અધિકરણ (આધાર) પણ એક જાતને સંબંધી છે. કિન્તુ તેને અનુયોગી કહેવાય છે. માટે અહીં અધિકરણ રૂપ સંબંધી એ પ્રતિયોગી નહિ, પણ નિરૂપક સંબંધીને પ્રતિવેગી કહેવાય છે. નિરૂપક એટલે ઓળખાવનાર. દા. ત. ભૂતલમાં ઘટસોગ છે, યા ઘટાભાવ છે, ત્યાં સંગ યા અભાવ કોનો? તે કે ઘટને. એટલે આ ઘટ એ સંગ યા અભાવને નિરૂપક સંબંધી થયો. એને “પ્રતિયેગી” કહેવાય. પ્રતિગીરૂપ સંબધીવાળા પદાર્થો સપ્રતિગિક કહેવાય. એમાં ત્રણ વિભાગ છે. (૧) અભાવ, (૨) સંગાદિ સંબંધ, અને (૩) હવાદિ (આધારતા, ઉકષઅનુગિતા, વિશેષ્યતા, પિતૃત્વ, વગેરે સાપેક્ષ પદાર્થ). સાપેક્ષ પદાર્થના નિરૂપક એ પ્રતિવેગી કહેવાય અને અધિકારણું એ અનુયોગી કહેવાય. - નિરૂપક એટલે ઓળખાવનાર. દા. ત. એ પદાર્થ કેને છે?” અગર કેની અપેક્ષાએ છે? એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રાપ્ત તે નિરૂપક.