________________
અવછેદક નિશ્ચાયક
૮૭ વિષયત એ ન ઊભો થયેલો ધર્મ છે, જ્યારે ઘટવું એ પહેલેથી જ સિદ્ધ ધર્મ છે જે ઘટ હોય તેમાં ઘટવ હેય જ. તેથી “એને ક્યાં રહેવું? ક્યાં ન રહેવું?” એવા નિયમનની કંઈ જરૂર નથી, એટલે કે એ કેઈનાથી નિયંત્રિત ધર્મ નથી. ઘડે બને ત્યારથી જ ઘટવ એમાં સિદ્ધ ધર્મ છે, ત્યારે વિષયતા તે “ઘર એવું જ્ઞાન ઊભું થાય ત્યારે જ ઊભી થાય; માટે એ આગંતુક ધર્મ છે; ને એ ઘટત્વથી નિયંત્રિત છે.
અલબત્ વિષયતા ઘટમાં રહે છે, પણ બીજા પટ આદિમાં એ ન રહે, એનું નિયમન શી રીતે ? કેમકે જે પૃથ્વી એવું જ્ઞાન કર્યું હોત તે એની વિષયતા ઘટ સહિત સર્વ પૃથ્વીમાં, એટલે કે ઘટમાં પણ આવત; છતાં એ પાછી પટમાં પણ છે, ત્યારે “ઘર એવા જ્ઞાનની વિષયતા તો માત્ર ઘટમાં જ રહે છે, પણ પટમાં નથી જતી; તે આનું નિયંત્રણ કેણ કરે ? કહે કે એનું નિયંત્રક છે ઘટવ, માટે એ પ્રટમાં નથી જતી.
એ નિયંત્રક કેશુ? તે કે નિયંત્રક ઘટવ, અને નિયંત્રિત કે? કે વિષયતા. હવે કહે, પટમાં વિષયતા નથી જતી કારણ કે, એ ઘટત્વથી નિયંત્રિત છે, અને ઘટવ ત્યાં છે નહિ, તેથી તે વિષયના પટમાં ન જાય. વિષયતા ઘટવાછિન્ના છે, માટે ઘટમાં જ રહે. - આ રીતે વિષયતાની જેમ વિશેષ્યતા, પ્રકારતા, આધારતા, આધેયતા, કાર્યતા, કારણુતા, પ્રતિપાદ્યતા,