________________
અવદક-વ્યવછેદકાદિ જલવ જ્યાં જાય ત્યાં જ જાય. જેવું જેવું જ્ઞાન તે તે પ્રમાણે પ્રકારતા નકકી થાય. .
(૨) હવે અવછેદક એ વ્યવછેદક પણ છે. દા.ત. એ જ “જલવા ઘટી જ્ઞાનમાં જલત્વ એ પ્રકારતાને અવચ્છેદક છે, એટલે કે પ્રકારતાને વ્યવરછેદક છે, અર્થાત્ જલવ એ પ્રકારતાને જલ સિવાય બીજેથી વ્યવરિછન્ન કરે છે, પ્રકારતાની બાદબાકી કરે છે, જલત્વ પ્રકારતાને બીજે રહેવામાંથી રોકે છે, કે “તારે હું ન હોઉં ત્યાં નહિ રહેવાનું. જલત્વ પટાદિમાં નથી તે “જલવાનું ઘટ” એવા જ્ઞાનની પ્રકારતા પણ પટાદિમાં ન રહે.
(૩) અવછેદક એ નિશ્ચાયક પણ છે. દા. ત. એ જ “જલવાનું ઘટક જ્ઞાનને લઈને જલત્વ એ પ્રકારતાને નિશ્ચય કરાવે છે. પ્રકારતા અને જલત્વની એક પ્રકારની વ્યાપ્તિ બને છે. જ્યાં જ્યાં જલ, ત્યાં ત્યાં પ્રકારતા”. જેમકે જયાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહિં, એમાં ધૂમ એ અગ્નિને નિશ્ચાયક બને છે; એમ જલત્વ” એ જલવાન એવા જ્ઞાનની પ્રકારતાને નિશ્ચાયક બને છે. અર્થાત્ જ્યાં જ્યાં જલવ છે ત્યાં ત્યાં “જલવાન” એવા જ્ઞાનની પ્રકારતા મળે. જે જે જલ છે તે તે પ્રકાર છે. - આમાં શું ઊલટું ન બને કે પ્રકારતા એ જલત્વને નિશ્ચાયક? ના, કેમકે જલત્વ તે પહેલેથી જ નિશ્ચિત છે કે જે જલ છે એમાં જલત્વ છે જ; ત્યારે પ્રકારના વાગંતુક છે.