________________
८४
-
ન્યાય ભૂમિકા
દા.ત“ઢવાન પર ઈત્યાકારક જ્ઞાનમાં પ્રકાર જલ છે. માટે પ્રકારના જલમાં છે. તે પ્રકારતાને અવ છેદક જલત્વ છે. આ શી રીતે ? તે કે આમાં ઉપરોક્ત ત્રણ અર્થ આમ ઘટાવી શકાય
(૧) અહીં જલ પ્રકાર, એટલે કયું જલ? માત્ર કુવાનું કે તળાવનું? તે કે ના, ગમે તે જલ પ્રકાર, યાને જલમાત્ર પ્રકાર છે. અર્થાત્ –
જે જે જલ, તે તે પ્રકાર.
જ્યાં જ્યાં જલત્વ, ત્યાં ત્યાં પ્રકારતા.
માટે અહીં “જલત્વ' એ પ્રકારતાનો નિયંત્રક છે પ્રકારતા પર નિયંત્રણ થયું કે જ્યાં જલત્વ હોય ત્યાં જ પ્રકારતાએ જવાનું.”
જલવથી નિયંત્રિત પ્રકારતા. પ્રકારતાનું નિયંત્રક જલત્વ. પ્રકારતાને અવચ્છેદક જલત્વ.
પ્ર-આમાં ઊલટું કેમ નહિ? એટલે “પ્રકારતા એ અવછેદક અને “જલત્વ' એ અવચ્છિન્ન એમ કેમ નહિ ?
ઉ૦-જલત્વ એ સ્થાયી ધર્મ છે, નિરપેક્ષ ધર્મ છે, અને નિશ્ચિત ધર્મ છે. જલત્વ તે પહેલેથી જ જ્યાં છે ત્યાં છે જ, એટલે એને નવું આવવાનું નથી, પરંતુ જ્ઞાનના હિસાબે પ્રકારતા નવી આવે છે, આગંતુક ધર્મ છે, માટે એને નિયંત્રણની જરૂર છે. અર્થાત્ પ્રકારતા ક્યાં જાય? તે કે